scorecardresearch
Premium

Exam Tips: ક્યાં સમયે વાંચવાથી યાદ રહે છે? આચાર્ય બાલકૃષ્ણની આ ટીપ્સ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે મદદરૂપ

Best Time To Study Reading Before Exam Tips: ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન એ હોય છે કે, વાંચેલું સરળતાથી યાદ રહી જાય તે માટે અભ્યાસ કરવાનો યોગ્ય સમય કયો છે? અહીં અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

Acharya Balkrishna Tips For Students | Exam tips
Acharya Balkrishna Tips For Students: આચાર્ય બાલકૃષ્ણ વિદ્યાર્થીઓને ક્યા સમયે વાંચવાથી સરળતાથી યાદ રહે છે તે વિશે જણાવ્યું છે. (Photo: Freepik)

Best Time To Study Reading Before Exam Tips: પરીક્ષા નજીક આવી રહી છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની પરીક્ષઓ યોજાશે. હવે, બોર્ડની પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા, ઘણા વિદ્યાર્થીઓના મનમાં વારંવાર સવાલ એ થાય છે કે, વાંચેલું વધુ સારી રીતે યાદ રાખવા માટે વાંચનો યોગ્ય સમય કયો છે? સવાર કે સાંજ કે રાત્રે ક્યા સમયે વાંચવાથી યાદ રહે છે? જો તમારા મનમાં આવો સવાલ હોય તો અહીં અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ચાલો આ વિશે વિગતવાર સમજીS

ક્યા સમયે વાંચવાથી યાદ રહે છે?

બાબા રામદેવના સહયોગી અને આયુર્વેદ કેન્દ્ર પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ જણાવે છે કે, રાત કરતા (સૂર્યોદય પહેલા) સવારે વાંચવાથી વધારે ફાયદો થાય છે.

આચાર્ય બાલકૃષ્ણ સમજાવે છે, “આજની યુવા પેઢી લખવા વાંચવા માટે રાતનો સમય વધુ પસંદ કરે છે. જો કે આ આદત બિલકુલ સાચી નથી. રાત્રે પ્રકાશ ઓછો હોય છે, જેનાથી આંખો પર દબાણ વધી શકે છે. આ ઉપરાંત ઊંઘ ન આવવાથી પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સાથે જ જ્યારે તમે સવારે અભ્યાસ કરો છો ત્યારે તમે જે વાંચો છો તે સારી રીતે યાદ રહી જાય છે અને તમે સવારે વધુ સક્રિય રહો છો. આવી સ્થિતિમાં, સવારનો સમય લખવા વાંચવા માટે સૌથી શ્રેષ્ઠ છે.

આ સાથે જ આચાર્ય બાલકૃષ્ણ સહિત અન્ય સંશોધન અહેવાલના તરણો પણ દર્શાવે છે કે, વિદ્યાર્થીઓ માટે રાત્રે અભ્યાસ કરવા કરતા સવારે અભ્યાસ કરવો વધુ સારો હોઈ શકે છે. કારણ કે…

રાત્રે સારી ઊંઘ લીધા પછી, આપણું મગજ સવારે સૌથી વધુ કાર્યક્ષમ અને સજાગ હોય છે. આવી સ્થિતિમાં, તમે વસ્તુઓને વધુ સારી રીતે સમજવા અને શીખવા માટે સક્ષમ છો.

સવારે કુદરતી પ્રકાશ તમને સજાગ અને એકાગ્ર રહેવામાં મદદ કરી શકે છે. વળી, તેનાથી તમારી આંખો પર દબાણ પણ નથી આવતું.

સવારે વાંચવાથી તમે તમારા દિવસની શરૂઆત સ્પષ્ટ મનથી કરો છો, આ પણ તમારો બાકીનો દિવસ સકારાત્મક વાતાવરણમાં પસાર કરે છે, તમે ઊર્જાવાન અનુભવો છો અને તમારી ઊંઘનું ચક્ર પણ સુધરે છે.

આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખીને, તમે વહેલી સવારે તમારી વાંચવાની ટેવ પાડી શકો છો.

Web Title: Exam tips for students before exam right time to study reading acharya balkrishna tips for students as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×