Aloo masala Poori Recipe: કેટલાક ખાસ દિવસો કે સપ્તાહના અંતે આપણે બધા આપણા ઘરમાં કંઈક ખાસ બનાવવાનું પસંદ કરીએ છીએ. જો તમે પણ કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દરરોજની જેમ સાદી પુરી બનાવવાને બદલે તમે મસાલેદાર બટાકાની પુરી (આલૂ મસાલા પુરી) અજમાવી શકો છો.
તમે ચણા કે શાકભાજી સાથે મસાલા પુરી બનાવી શકો છો. તેનો સ્વાદ ચાખ્યા પછી દરેક વ્યક્તિ તમારા વખાણ કરતા થાકશે નહીં. ચાલો જાણીએ આલૂ મસાલા પુરીની રેસીપી.
આલૂ મસાલા પુરી સામગ્રી
- 3/4 કપ ઘઉંનો લોટ (135 ગ્રામ)
- 3/4 કપ સોજી (135 ગ્રામ)
- 2 બટાકા (બાફેલા)
- 1 ચમચી- લાલ મરચું
- 1/2 ચમચી- જીરું
- 1/4 ચમચી- અજમો
- 2- લીલા મરચા (બારીક સમારેલા)
- હિંગ
- આદુ
- 2 ચમચી- ધાણાના પાન (બારીક સમારેલા)
- તેલ (પુરી તળવા માટે)
- સ્વાદ મુજબ મીઠું
આલૂ મસાલા પુરી બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં લોટ અને સોજી મિક્સ કરો. આ પછી તેમાં છીણેલા બાફેલા બટાકા ઉમેરો. મસાલા માટે, લાલ મરચું, ધાણા પાવડર, હળદર, હિંગ, મીઠું, અજમો, બારીક સમારેલું આદુ અને લીલું ધાણા મિક્સ કરો. હવે બધું મિક્સ કર્યા પછી થોડું તેલ અને ગરમ પાણી ઉમેરો અને લોટ બાંધો. પુરી માટે લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને લગભગ 15 મિનિટ માટે છોડી દો.
આ પણ વાંચો: લીમડો કડવો ખરો પણ ગુણોનો ભંડાર: ડાયાબિટીસ અને પાચન સહિત આ રોગો માટે રામબાણ ઈલાજ
આ પછી લોટના ગોળા બનાવો અને ગેસ પર ગરમ કરવા માટે કડાઈને રાખો. તેમાં તેલ નાખો અને ગરમ કરો. આ પછી પુરીઓને પાથરી દો અને તેલમાં તળો. આ રીતે મસાલેદાર બટાકાની પુરીઓ તૈયાર થઈ જશે. તમે તેનો સ્વાદ છોલે અથવા અન્ય શાકભાજી સાથે લઈ શકો છો.
વધુમાં સ્ટેપ બાય સ્ટેબ આલૂ મસાલા પૂરી બનાવવા માટે તમે ઉપર આપેલો વીડિયો પણ જોઈ શકો છો. આ વીડિયોને @ammafoodbites નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.