Diwali Rangoli | દિવાળી (Diwali) આ વર્ષે 31 નવેમ્બરે 2024 ગુરુવારે દેશભરમાં પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર (Festival) માં અવનવી રંગોળી કરવામાં આવે છે, જો તમે દિવાળીમાં રંગોળી કરવામાં માટે સારી રંગોળી ડિઝાઇન શોધી રહ્યા છો, તો અહીં આપેલી કેટલીક રંગોળી ડિઝાઇનની ટિપ્સ આપે છે જે તમારા માટે યોગ્ય ઓપ્શન બની શકે છે.ઘણી રંગોળી ડિઝાઇન સાઈઝમાં મોટી હોય છે અને ખુબજ સરસ લાગે છે પરંતુ તેને બનાવવી મુશ્કેલ હોય છે, પરંતુ તમે કેટલીક ટ્રિક્સથી રંગોળીની ડિઝાઈન સંપૂર્ણ રીતે તૈયાર કરી શકો છો જેની સુંદરતા જોવા જેવી છે.
જો તમે સરળ રંગોળી ડિઝાઇનની શોધમાં છો જે બનાવવામાં જલ્દી બની છે, તો અહીં કેટલીક એવી રંગોળી ડિઝાઇન છે જે ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને જે બનાવવામાં પણ સરળ છે, આ પ્રકારની રંગોળી ડિઝાઇન ઝડપથી તૈયાર થઈ જાય છે અને સુંદર પણ લાગે છે.
આ પણ વાંચો: Diwali 2024 : દિવાળી પર ખાંડ વગર ઘરે બનાવો મીઠાઈ, આ વસ્તુઓનો કરો ઉપયોગ
ફૂલોની રંગોળી (Flowers Rangoli)
જો તમને કલરની રંગોળી બનાવવી નથી, અથવા તો રંગોળીના કલર અવેલેબલ નથી તો તમે અવનવા યુનિક ફૂલોથી પણ રંગોળી બનાવી શકો છે, જેમાં તમે અલગ અલગ ડિઝાઇનની સાથે કલર કલરના ફૂલનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરી શકો છો, આ રંગોળીમાં પીળા, વાઈટ અને ગુલાબના ફૂલનો ઉપયોગ કરીને સાથિયો બનાવામાં આવ્યો છે જેમાં કેસરી અને ગુલાબની પાંખડીથી ચોરસ રંગોળી બનાવી છે, ત્યારબાદ છેલ્લે પીપળાના પાન અને એક પીળું ફૂલ એમ સળંગ ચોરસમાં ડિઝાઇન તૈયાર કરી છે.
આ પણ વાંચો: Diwali 2024 | દિવાળી દરમિયાન માવામાં ભેળસેળ થઈ શકે, શુદ્ધતા આ રીતે તપાસો
ગણેશ રંગોળી ડિઝાઇન (Ganesha Rangoli Designs)
આ ગણેશજી રંગોળી સરળતાથી ડિઝાઇન કરવામાં આવી છે જેમાં પહેલા ગુલાબી કલરથી ગોળાકાર શેપ આપી દીધો છે ત્યારબાદ એક બોટલમાં વાઈટ કલર ભરીને તેનાથી ગણેશજીની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ ફિનિશિંગ માટે ગોળાકાર ડિઝાઇન ફરતે વાઈટ કલરથી ટપકા કરવામાં આવ્યા છે, લીલા કલરની મદદથી અન્ય ચાર બાજુ ગોળ કરીને તેને પ્લાસ્ટિકના ગ્લાસ વડે પ્રેશ કરીને વાઈટ કલરથી ડિઝાઇન કરવામાં આવી છે.
અન્ય એક રંગોળીમાં કલર ઉપરાંત અને ચોખાના ઉપયોગથી ડિઝાઇન કરવામાં આવી છે, ત્યારબાદ પીળા કલરથી મોટી બંગડી દ્વારા ગોળાકાર કરવામાં આવ્યું છે, ત્યારબાદ પેન અને નાની ચમચીનો ઉપયોગ કરીને અન્ય યુનક ડિઝાઇન તૈયાર કરો, ફિનિશ આપવા માટે આજુબાજુ ગ્રીન બંગડી મૂકીને ફ્લાવર્સની ડિઝાઇન કરવામાં આવી છે.