Diwali Cleaning Tips: હવે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ઘરોમાં સાફ સફાઇ ચાલી રહી છે. દિવાળીની સફાઈ સરળ કામ નથી. તેમાં ઘણા દિવસ લાગે છે. આવી સ્થિતિમાં, આપણે દરરોજ કંઈકને કંઈક સાફ કરતા રહેવું પડે છે. માન્યતા છે કે દિવાળી પર સફાઈ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
Diwali Home Cleaning Tips : દિવાળી ઘર સફાઇ કરવાની રીત
દિવાળી પર ઘરમાં પેઇન્ટ કલર કરવામાં આવે છે. ઘરની સાફસફાઈ કરતી વખતે ઘણી વખત એવું બને છે કે આપણે આપણા જૂના લાકડાના દરવાજા અને બારીઓની સફાઈ કરીએ છીએ, પરંતુ તેની યોગ્ય સફાઈ થતી નથી.
આવી સ્થિતિમાં, આપણે કાં તો તેને પેઇન્ટ કરવું પડે છે અથવા તો તેને એવું જ છોડી દેવું પડે છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો, તો આ લેખમાં જણાવેલા સરળ ઉપાયોથી તમે ઘરના તમામ લાકડાના દરવાજા અને બારીઓને સરળતાથી સાફ કરી શકો છો.
આ પણ વાંચો | ટોયલેટ બાથરૂમ બ્રશ વગર સાફ કરવાની સરળ રીત, પીળા ડાઘ દૂર થશે નવા જેવું ચમકશે
લાકડાના બારી દરવાજા સાફ કરવાની રીત
સૌ પ્રથમ દરવાજા અને બારીઓ પરની માટીને સૂકા કપડાથી સાફ કરી લો. આ માટે તમે બ્રશની મદદ પણ લઈ શકો છો. હવે ડિશવોશ લિક્વિડ અને સરકોની મદદથી એક મિશ્રણ તૈયાર કરો. હવે તેને સ્ક્રબરની મદદથી લાકડાના દરવાજા પર સારી રીતે ઘસો. આમ કરવાથી દરવાજા પરની ગંદકી સરળતાથી સાફ થઈ જશે. હવે દરવાજાને પહેલા ભીના કપડાં વડે અને ત્યારબાદ કોરા કપડા વડે સાફ કરો. જુના લાકડાંના દરવાજા બારી નવા જેવા ચમકવા લાગશે.