scorecardresearch
Premium

Heart Attack VS Cardiac Arrest | હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત, જાણો લક્ષણો અને ઉપાયો

Difference Between Heart Attack And Cardiac Arrest | અભિનેત્રી શેફાલી જરીવાલા (Shefali Jariwala) ના અકાળ મૃત્યુએ બધાને ચોંકાવી દીધા, જે કાર્ડિયાક અરેસ્ટનો કેસ હોવાનું નોંધાયું હતું. અહીં જાણો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત (difference between heart attack and cardiac arrest) છે?

difference between heart attack and cardiac arrest
difference between heart attack and cardiac arrest | હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત, જાણો લક્ષણો અને ઉપાયો

Difference Between Heart Attack And Cardiac Arrest | આજકાલ સ્વસ્થ દેખાતા લોકો પણ અચાનક હૃદય સંબંધિત ગંભીર ઘટનાઓનો ભોગ બની રહ્યા છે, જેમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટ (cardiac arrest) અને હાર્ટ એટેક (heart attack) મુખ્ય છે. જેનું ઉદાહરણ કાંટા લગા એકટ્રેસ શેફાલી જરીવાલા છે, ઘણીવાર લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક બે સ્થિતિઓને સમાન માને છે, જ્યારે તેમના કારણો, લક્ષણો અને સારવાર સંપૂર્ણપણે અલગ છે.

અભિનેત્રી શેફાલી જરીવાલા (Shefali Jariwala) ના અકાળ મૃત્યુએ બધાને ચોંકાવી દીધા, જે કાર્ડિયાક અરેસ્ટનો કેસ હોવાનું નોંધાયું હતું. ઘણીવાર સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોઈએ છીએ જેમાં લોકો જીમમાં, નાચતા, રમતા રમતા અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. છેવટે, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત (difference between heart attack and cardiac arrest) છે? તેના લક્ષણો શું છે જાણો

હાર્ટ એટેક હુમલો શું છે? (What is a heart attack)

હાર્ટ એટેકમાં હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી એક અથવા વધુ ધમનીઓમાં અવરોધ (બ્લોકેજ) આવે છે. સામાન્ય રીતે આ અવરોધ ધમનીઓમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થોના જમાવટ (પ્લેક)ને કારણે થાય છે, જે ફાટી શકે છે અને લોહીનો ગંઠાઈ (બ્લડ ક્લોટ) શકે છે. આ ગંઠાઈ લોહીના પ્રવાહને સંપૂર્ણપણે રોકી દે છે, જેના પરિણામે હૃદયના તે ભાગના સ્નાયુઓને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે.

હાર્ટ એટેક ના લક્ષણો (Heart Attack Symptoms)

  • છાતીમાં દુખાવો અથવા દબાણ (વજન મૂક્યું હોય તેવું લાગવું), જે ઘણીવાર ડાબા હાથ, જડબા, પીઠ અથવા પેટમાં ફેલાય છે.
  • શ્વાસ લેવામાં તકલીફ
  • ચક્કર આવવા અથવા બેભાન થવું
  • ઠંડો પરસેવો થવો
  • ઉબકા અથવા ઉલટી થવી

કાર્ડિયાક અરેસ્ટ શું છે? (What is cardiac arrest)

હૃદય કામ કરવાનું બંધ કરી દે ત્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય છે. આ ગંભીર હૃદય રોગ કોઈપણ ચેતવણી વિના થઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન, હૃદય ધબકવાનું બંધ કરી દે છે અને મગજ અને શરીરના અન્ય ભાગોમાં રક્ત પ્રવાહને મર્યાદિત કરે છે. આ સ્થિતિ સામાન્ય રીતે હૃદયની વિદ્યુત પ્રણાલીમાં સમસ્યાને કારણે થાય છે. કાર્ડિયાક અરેસ્ટ રક્ત પ્રવાહ ઘટાડે છે અને તે તબક્કામાં આગળ વધે છે જ્યારે આખા શરીરમાં રક્ત પ્રવાહ બંધ થઈ જાય છે. કાર્ડિયાક અરેસ્ટ ક્યારેક ખૂબ જ ઝડપી અને અચાનક હોઈ શકે છે. તે દર્દીને બેભાન બનાવે છે અને અચાનક મૃત્યુ પણ કરી શકે છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો (cardiac arrest symptoms)

  • શ્વાસ લેવામાં તકલીફ
  • ચક્કર આવવા
  • થાક લાગવો
  • હૃદયના ધબકારા વધવા
  • ઉલટી થવી

અચાનક કાર્ડિયાક અરેસ્ટ ના કારણ

અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે હૃદયની વિદ્યુત પ્રણાલી યોગ્ય રીતે કામ કરતી નથી અને હૃદય ખૂબ ઝડપથી અથવા ખૂબ ધીમું ધબકે છે અથવા તે અનિયમિત રીતે ધબકે છે. જોકે કારણ સ્પષ્ટ નથી, SCA સામાન્ય રીતે કોરોનરી ધમની રોગ (CAD) સાથે સંકળાયેલું છે, એક એવી સ્થિતિ જ્યાં ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી હૃદયના સ્નાયુઓને રક્ત પુરવઠો ઓછો થાય છે. ધૂમ્રપાન અને દારૂ પીવા ઉપરાંત, બેઠાડુ જીવનશૈલી જીવવી, જોરદાર શારીરિક કસરત અને અન્ય જોખમી પરિબળો પણ SCA માટે જવાબદાર છે.

ચોમાસામાં પલાળેલા અખરોટ ખાવાના ફાયદા

ગંભીર સ્થિતિ માં શું કરવું?

કાર્ડિયાક અરેસ્ટ એ હાર્ટ એટેકથી અલગ છે. તે એક ગંભીર સ્થિતિ છે જેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડે છે. જ્યારે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે દર્દીને લોહી પંપ કરવામાં મદદ કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપી શકાય છે. પરંતુ, તબીબી સહાય મેળવવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. થોડીવારમાં કોઈપણ પ્રકારની તબીબી સહાય દર્દીનો જીવ બચાવી શકે છે. આવી સ્થિતિમાં, દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવાના ઉપાયો?

  • સ્મોકિંગ : ધૂમ્રપાન કરવાથી તમારા ફેફસાં તેમજ હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. ધૂમ્રપાન અન્ય ગંભીર ગૂંચવણો પણ પેદા કરી શકે છે, તેથી, એકંદર સ્વાસ્થ્ય માટે ધૂમ્રપાન છોડવાની ભલામણ કરવામાં આવે છે.
  • સ્વસ્થ ખોરાક ખાઓ : સ્વસ્થ અને સંતુલિત આહાર તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ખોરાકનો વધુ સમાવેશ કરો. તાજા ફળો અને શાકભાજી એ શ્રેષ્ઠ વિકલ્પો છે જેનો તમે તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.
  • કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરો : ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ હૃદય રોગ માટે જવાબદાર એક મુખ્ય પરિબળ છે. તમારા કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવા માટે, પ્રોસેસ્ડ ખોરાક અને ખરાબ ચરબીવાળા ખોરાક ટાળો.
  • કસરત : નિયમિત કસરત એ કુદરતી રીતે સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કસરત હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખશે. તે હૃદય રોગમાં ફાળો આપતા અન્ય જોખમી પરિબળોને પણ નિયંત્રિત કરશે.

Web Title: Difference between heart attack and cardiac arrest symptoms prevention health tips in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×