scorecardresearch
Premium

Health Benefits Of Dates: ખજૂર ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં અને હૃદય સ્વસ્થ રહેશે; શિયાળામાં આવા રીતે ખાવાથી શરીર બનશે મજબૂત, જાણો કેવી રીતે સેવન કરવું

Health Benefits Of Dates Soaked In Ghee: આયુર્વેદ અનુસાર ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર ઊર્જાવાન બને છે.

Dates | Dates Health Benefits | Dates Soaked In Ghee | Winter Health Tips
ખજૂરનું સેવન કરવાથી શરીરમાં તાત્કાલિક એનર્જી આવે છે. (Photo – Freepik)

Health Benefits Of Dates Soaked In Ghee : ખજૂર એક એવુ હેલ્ધી ફૂડ છે જેનું સમગ્ર વિશ્વમાં સેવન કરવામાં આવે છે. ખજૂરને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે જેમાં ફાઇબર, આયર્ન અને નેચરલ સુગર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે અને આથી જ લોકો ઉપવાસમાં પારણા માટે આ ફ્રૂટ્સ નું સેવન કરે છે. તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ ફ્રૂટ્સ શરીરમાં એનર્જી વધારવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે.

આયુર્વેદ અનુસાર, ખજૂર અને ઘી એક આયુર્વેદિક શક્તિશાળી સંયોજન છે જે એકસાથે ઘણી સમસ્યાઓનો ઉપચાર કરે છે. આયુર્વેદ અનુસાર, ઘીનું સેવન કફ અને વાટ દોષોને શાંત કરવા, ચિંતા અને તણાવ ઘટાડવા, હાડકાંને મજબૂત કરવા અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને રોકવામાં અસરકારક સાબિત થાય છે.

આયુર્વેદ સૂચવે છે કે ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ઊર્જા પણ વધે છે. આયુર્વેદ અનુસાર ઘીમાં પલાળેલી ખજૂર શુદ્ધ ઓજસ તરીકે ઓળખાય છે. ઓજસ એટલે શરીરની શક્તિ જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

ખજૂર મૂડ સુધારે છે અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે. જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ખજૂર અને ઘીનું એકસાથે સેવન કરે તો તેમને ફાયદો થાય છે. આયુર્વેદ અનુસાર મજબૂત ઓજસ ધરાવતા લોકોમાં બીમાર પડવાની શક્યતા ઓછી હોય છે. જો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હોવ તો ઘીમાં પલાળેલી ખજૂરનું સેવન કરો. આવો જાણીએ ઘી સાથે ખજૂરનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.

શરીરમાં ઉર્જા વધે છે

ખજૂરમાં રહેલી નેચરલ સુગર સાથે ઘીમાં રહેલ હેલ્ધી ફેટ્સ શરીરમાં એનર્જી લેવલ વધારે છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવા કુદરતી શર્કરાથી ભરપૂર ખજૂર શરીરને ઉર્જા પ્રદાન કરે છે. ફાઈબરથી ભરપૂર ખજૂર સરળતાથી પચી જાય છે, જેનાથી બ્લડ સુગર ઝડપથી વધે છે અને એનર્જી લેવલ વધે છે.

પાચન તંત્ર સ્વસ્થ રહે છે

ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે. ઘીમાં રહેલી ચરબી પાચનને સુધારે છે. ઘી એ ઓમેગા-3 ફેટી એસિડ્સ સહિત સ્વસ્થ ચરબીનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનતંત્રને લુબ્રિકેટ કરવામાં અને મળને સરળતાથી ડિસ્ચાર્જ કરવામાં મદદ કરે છે. ઘીનું સેવન ખાસ કરીને કબજિયાતને રોકવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.

સાંધાને મજબૂત રાખે છે

ખજૂરનું સેવન કરવાથી સાંધાને લુબ્રિકેશન મળે છે અને સાંધામાં લવચીકતા અને ગતિશીલતા વધે છે. રોજ ઘી સાથે ખજૂરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘી અને ખજૂરનું એકસાથે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીર સ્વસ્થ રહે છે.

ઘી અને ખજૂરનો ઉપયોગ કેવી રીતે કરવો

  • 15 ખજૂર
  • 1 કપ ઘી
  • થોડુંક કેસર
  • 1/2 ચમચી તજ
  • 1/2 ચમચી એલચી
  • 1/2 ચમચી આદુ
  • 1/8 ચમચી અશ્વગંધા

આ પણ વાંચો | કાળી દ્રાક્ષ બ્લડ પ્રેશર સહિત 5 બીમારીમાં રાહત આપશે; શું ડાયાબિટીસના દર્દીઓ સેવન કરી શકે છે? જાણો

ઘી અને ખજૂર કેવી રીતે તૈયાર કરવું

એક નાની કડાઈમાં ઘી ઓગળી લો. હવે તેમાં કેસર, તજ, આદુ અને એલચી નાખીને 1-2 મિનિટ સુધી હલાવો. હવે ગેસ પરથી કડાઇને નીચે ઉતારી લ અને તેમાં અશ્વગંધા ઉમેરી તેને હલાવો અને ઠંડુ થવા દો. હવે એક સ્વચ્છ,બરણીમાં ખજૂર નાંખો અને તેના પર આ નવશેકા ઘીની પેસ્ટ રેડો. તેને હવાચુસ્ત ઢાંકણા વડે બંધ કરો અને ઠંડુ થવા માટે છોડી દો. જો તમે રોજ ખજૂર અને ઘીનું સેવન કરશો તો શરીરની નબળાઈ દૂર થશે.

Web Title: Dates soaked in ghee health benefits of winter as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×