scorecardresearch
Premium

Health Tips: દરરોજ ચોખા ખાવા કે નહીં? ભાત ખાવાથી શરીર વધે છે? જાણો ડોક્ટર પાસેથી

Rice Benefits And Disadvantages : ચોખાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિવિધ પોષક તત્વોથી ભરપૂર ચોખામાં ફેટ અને સુગરનું પ્રમાણ પણ ઓછું હોય છે. પેટ સંબંધિત સમસ્યામાં ચોખા ખાવાથી રાહત મળે છે.

Rice Benefits | rice Disadvantages
Rice Benefits And Side Effects : ચોખાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો કે તમે કેવી રીતે, કેટલા અને કયા ભાત ખાવ છો તેના પર નિર્ભર કરે છે. (Photo: Freepik)

Eating Rice Good Or Bad For Health? : ચોખા / ભાત એ આપણા આહારની એક મુખ્ય વાનગી છે. કેટલાકને દાળ ભાત ગમે છે, તો કેટલાકને છોલે ભાત અને બિરયાની ખાવાનું ગમે છે. ચોખા એવો ખોરાક છે, જેને ખાવા માટે દરેકને લલચાય છે. ચોખામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો ચોખામાં ફેટ અને સુગરનું પ્રમાણ પણ ઓછું હોય છે.

ચોખાના પોષક તત્વો

100 ગ્રામ રાંધેલા સફેદ ચોખામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલરી 130 કિલો કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ 28-30 ગ્રામ, લેક્ટોઝ શુગર નથી, પ્રોટીન 2.5 થી 2.7 ગ્રામ, ફેટ 0.2 ગ્રામ, ફાઇબર 0.3-0.5 ગ્રામ, કેલ્શિયમ 10 મિલિગ્રામ, આયર્ન 0.2 મિલિગ્રામ, પોટેશિયમ 35 મિલિગ્રામ, મેગ્નેશિયમ 12 મિલિગ્રામ, ફોસ્ફરસ 35 મિલિગ્રામ, વિટામિન બી1 0.07 એમજી, વિટામિન બી 3-1.07 એમજી, વિટામિન બી3 1.07 એમજી, વિટામિન બી 3-1.07 મિલિગ્રામ હોય છે જે સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે પોષક તત્વોથી ભરપૂર ચોખાનું સેવન કરવું જોઈએ કે નહીં. આ પ્રશ્નનો જવાબ તમે કેવી રીતે, કેટલા અને કયા ભાત ખાવ છો તેના પર નિર્ભર કરે છે. એઈમ્સના પૂર્વ સલાહકાર અને સાઓલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર ડો.બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, ચોખાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તમે ભાત ખાઓ અથવા કે બ્રાઉન રાઈસ ખાઓ, બંને ફાયદાકારક છે. ચોખાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો કે, સોશિયલ મીડિયા પર ઘણી ગેરસમજો ફેલાયેલી છે કે ભાત ખાવા સ્વાસ્થ્ય માટે સારું નથી. જ્યારે કેટલાક સંશોધનો સૂચવે છે કે ચોખા પોષક તત્વોનો સમૃદ્ધ સ્રોત છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. ચાલો આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે ચોખા ખાવાથી ફાયદો થાય છે કે નુકસાનકારક.

ચોખા ખાવાના ફાયદા

ચોખા ઊર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત

ચોખા મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટથી બનેલા હોય છે, જે શરીરને ત્વરિત ઊર્જા આપે છે. ચોખાનું સેવન બાળકો, રમતવીરો અને શારીરિક શ્રમ કરનારા લોકો માટે ફાયદાકારક છે. ઘણીવાર લોકો ચોખાને ખાધા પછી આળસનું કારણ માને છે, જ્યારે ચોખામાં કુદરતી રીતે કાર્બોહાઈડ્રેટ હોય છે જે ઉર્જા વધારે છે. તેમાં જટિલ કાર્બ્સ શામેલ છે જે મોડેથી પાચન કરે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. પરંતુ ડાયાબિટીસ દર્દીએ મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઇએ.

પાચનમાં સુધારો કરે છે

સફેદ ભાત હળવા અને પચવામાં ઝડપી હોય છે. તે તાવ, ઝાડા કે પેટની ગરબડમાં ખૂબ અસરકારક સાબિત થાય છે. જો તમે પેટની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છો, તો ચોખા એક ઉત્તમ અને તંદુરસ્ત વિકલ્પ બની શકે છે. તે હલકા અને સરળતાથી પચી જાય છે. ચોખામાં હાજર ફાઇબર કબજિયાત જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે અને પેટ સંબંધિત અન્ય રોગોથી રાહત આપે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સારવાર થાય છે અને પાચનમાં સુધારો થાય છે. ફાઇબરથી ભરપૂર, ચોખા પાચન માટે અમૃત છે.

ચોખાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ

ચોખામાં ઘણા પોષક તત્વો અને ખનિજો હોય છે, પરંતુ તેમ છતાં, તેમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઇ) હોય છે જે ડાયાબિટીસનું કારણ બની શકે છે. ચોખામાં રહેલું સ્ટાર્ચ ધીમે ધીમે તૂટી જાય છે, જેના કારણે કાર્બોહાઈડ્રેટ્સનું પાચન મોડું થાય છે. આ કારણથી વધુ માત્રામાં, ખાસ કરીને સફેદ ચોખાનું સેવન કરવાથી જીવનશૈલીને લગતા રોગોનું જોખમ વધી શકે છે. ડાયાબિટીઝના દર્દીઓએ ચોખાનું સેવન ઓછું કરવું જોઈએ નહીં તો તેમની સમસ્યાઓ વધી શકે છે.

એલર્જી સામે રક્ષણ

ચોખામાં ગ્લૂટેન નથી હોતું એટલે કે તે ગ્લુટેન ફ્રી હોય છે, જે ગ્લુટેન એલર્જીવાળા લોકો માટે એક સુરક્ષિત વિકલ્પ છે.

શું ચોખા વજન ઘટાડે છે કે વધે છે?

ચોખા એ ડાયટ ફ્રેન્ડલી ખોરાક છે. જો તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે ફાઇબરથી સમૃદ્ધ અને ઓછા સંતૃપ્ત ચરબીવાળા ચોખા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને જ્યારે તમે તમારા આહારમાં બ્રાઉન રાઇસ અથવા લાલ ચોખા ઉમેરો છો. બીજી તરફ કેટલાક રિસર્ચ એવા પણ છે જે સૂચવે છે કે જો ચોખાનું સેવન વધારે માત્રામાં કે શારીરિક પ્રવૃત્તિ વગર કરવામાં આવે તો તેનાથી પણ વજન વધી શકે છે. તેથી, સંતુલિત માત્રા, યોગ્ય પ્રકાર અને સક્રિય જીવનશૈલી સાથે વજન નિયંત્રણ માટે ચોખાની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારે દરરોજ મર્યાદિત માત્રામાં ચોખાનું સેવન કરવું જોઈએ, શરીર સ્વસ્થ રહેશે.

Web Title: Daily eating rice is good or bad for healty tips in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×