scorecardresearch
Premium

Hmpv Virus: એચએમપીવી વાયરસથી બચવા આ 5 ચીજનું સેવન કરો, ઇમ્યુનિટી વધશે અને બીમારી દૂર રહેશે

HMPV Virus Case In India: ચીનનો એચએમપીવી વાયરસ હવે ભારતમાં આવી ગયો છે. આ વાયરસ સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આહારમાં આ 5 ચીજનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધશે અને બીમારી પણ દૂર રહેશે.

HMPV Virus Case In India | HMPV Virus China | human metapneumovirus prevent tips | hpv virus outbreak
HMPV Virus Case In India: ભારતમાં એચએમપીવી વાયરસના કેસ નોંધાયા છે. (Photo: Freepik)

HMPV Virus Case In India: ચીન માંથી એચએમપીવી વાયરસ ભારતમાં આવી ગયો છે. કોવિડ 19 વાયરસ ના 5 વર્ષ બાદ ચીનમાંથી ફેલાયેલા નવા વાયરસે લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV Virus) ના લક્ષણો લગભગ કોરોના વાયરસ જેવા જ છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને સૌથી વધુ પરેશાન કરે છે. આ વાયરસનું જોખમ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધારે છે. મેક્સ હોસ્પિટલ ગાઝિયાબાદના સીનિયર પલ્મોનોલોજિસ્ટ ડો.શરદ જોશીએ જણાવ્યું હતું કે, આ વાયરસ કોઈ નવો વાયરસ નથી. આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શિયાળામાં સૂર્યનો પ્રકાશ ઘટે છે અને સૂર્યપ્રકાશ બહાર આવતો નથી, જેના કારણે આ વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે. આ વાયરસની શરૂઆત અપર રેસ્પિરેટરી સિસ્ટમ માંથી થાય છે. છીંક આવવી, શરદી થવી, ગળામાં દુખાવો થવો અને તાવ આ વાયરસના લક્ષણો છે. આ વાયરસના ગંભીર લક્ષણો ન્યુમોનિયા જેવા હોય છે. આ રોગથી બચવા માટે ડાયટ અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ એચએમપીવી વાયરસથી બચાવવા માટે કેવી રીતે રોગ પ્રતિકારકશક્તિ મજબૂત કરવી અને બીમારીથી બચવા શું કરવું જોઇએ.

આહારમાં વિટામિન સી સામેલ કરો

જો તમે એચએમપીવી વાયરસથી બચાવ કરવા માંગો છો તો વિટામિન સીથી ભરપૂર ખોરાક જેવા કે નારંગી, લીંબુ, જામફળ, કિવી અને આમળા આહારમાં સામેલક કરો. આ તમામ ચીજો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે અને શરીર સ્વસ્થ રાખશે.

HMPV Virus | HMPV Virus Case In China
HMPV Virus: એચએમપીવી વાયરસ ચેપી શ્વસન રોગ છે, જે હવા મારફતે ફેલાય છે. (Photo: Freepik)

ઝીંક અને એન્ટિઓક્સિડન્ટ્સનું સેવન કરો

શરીર મજબૂત બનાવવા અને રોગથી બચવા માટે ઝિંક અને એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ આહાર લો. આહારમાં પમ્પકીન સીડ, બદામ અને કઠોળ ખાઓ. બેરી, બ્લુબેરી, સ્ટ્રોબેરી, ટામેટાં અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા એન્ટિઓક્સિડેન્ટ ગુણોથી સમૃદ્ધ આહાર લો.

પ્રોટીન ડાયેટ લો અને શરીરને હાઇડ્રેટેડ રાખો

આહારમાં પ્રોટીનનું સેવન વધારવું. શિયાળામાં ઈંડા, દાળ અને દહીં જેવા પ્રોટીનયુક્ત આહાર લો. આ બધા ખોરાકથી શરીરને ઉર્જા મળશે અને શરીર સ્વસ્થ રહેશે. શિયાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખો. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ગરમ પાણી પીવો. ગ્રીન ટી અને તુલસીની ચા પીવો. આ ડ્રિંક્સ શરીરને હાઇડ્રેટેડ રાખવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવશે. સૂપ, હર્બલ ટી અને ગરમ પાણીનું સેવન કરો. તેઓ ગળાને આરામ આપવામાં મદદ કરે છે.

પ્રોબાયોટિક આહાર પણ મહત્વપૂર્ણ છે

જો તમે એચએમપીવી વાયરસથી બચાવવા માંગો છો, તો તમારે આહારમાં દહીં અને કિમચી જેવા ખોરાક પણ ખાવા જોઈએ. આ ખોરાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

બળતરા-વિરોધી આહાર પણ મહત્વપૂર્ણ

શિયાળાની ઠંડીમાં ઇન્ફેક્શનથી બચવા માટે તમારે ડાયટમાં હળદરવાળા દૂધનું સેવન કરવું જોઇએ. આદુની ચા પીવો. આ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ડ્રિંક્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે અને રોગો સામે રક્ષણ આપશે.

આ ચીજો ખાવાનું ટાળો

તળેલો મસાલેદાર ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ વાળી ચીજ ખાવાનું ટાળો.

લાઈફ સ્ટાઇલમાં સુધારો કરવો

  • શિયાળાની ઠંડીમાં સૂર્ય પ્રકાશ લેવો. મશરૂમ અને માછલી જેવા વિટામિન ડીથી સમૃદ્ધ આહાર લો.
  • પુરતી ઊંઘ લેવી. રોજ રાત્રે 7-8 કલાકની ઊંઘ લો.
  • શરીરને સક્રિય રાખો. યોગ અને કસરત કરો.
  • વારંવાર હાથ ધુઓ.

Web Title: China hmpv virus case in india improve immunity these foods and prevent human metapneumovirus tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×