scorecardresearch
Premium

Chilla Recipe: ચીલા બનાવતી વખતે તવા પર ચોંટી જાય છે? શેફ પંકજની આ રેસીપી ટીપ્સ અનુસરો

Chilla Recipe In Gujarati: ચીલા ચણાના લોટ માંથી બને છે, જે બહુ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા લોકો ચીલા ચોંટી જવાની ફરિયાદ કરે છે. શેફ પંકજે ચીલા રેસીપીની અમુક ટીપ્સ આપી છે, જે ફોલો કરવાથી ચીલા ચોંટશે નહીં.

chilla recipe | chilla recipe tips | how to make chilla | chilla recipe in gujarati | chilla recipe vedio
Chilla Recipe Tips : ચીલા રેસીપી ટીપ્સ. (Photo: Freepik)

Chilla Recipe In Gujarati : જો તમે પણ તહેવાર પર તળેલી ચીજો ખાઇને કંટાળી ગયા છો અને કંઈક હળવું ખાવા માંગો છો, તો તમારે ચીલા ટ્રાય કરવી જોઈએ. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ચીલા બનાવતી વખતે તવા પર ચોંટી જાય છે. આવી સ્થિતિમાં, તમે શેફ પંકજ ભદોરિયાની ટીપ્સ અનુસરીને ઓછા સમયમાં ઝડપથી સ્વાદિષ્ટ ચીલા બનાવી શકો છો. તેમણે પોતાની આ રેસિપી પોતાની યૂટ્યૂબ ચેનલ પર શેર કરી છે. તેમણે આ ટ્રીક પણ શેર કરી હતી જેની મદદથી ચીલા પેનમાં ચોંટ્યા વગર સરળતાથી બનાવી શકાય છે. ચાલો જાણીએ ઓછા સમયમાં સ્વાદિષ્ટ ચીલા બનાવવાની સરળ રીત.

ચીલા બનાવવા માટે સામગ્રી

  • 1/2 કપ ચણાનો લોટ
  • 1/4 કપ રવો
  • 1/4 કપ દહીં
  • ડુંગળી
  • ટામેટા
  • લીલા મરચાંના
  • કેપ્સિકમ
  • ગાજર
  • લીલા ધાણા
  • પનીર
  • પાવ ભાજી મસાલા
  • 1 ચમચી શેઝવાન પેસ્ટ
  • 1 ચમચી ટમેટા કેચઅપ
  • 1 ચમચી મેયોનીઝ
  • તેલ
  • મીઠું

Chilla Recipe : ચીલા બનાવવાની રીત

ચીલા બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો લોટ લો અને તેમાં રવા ઉમેરો. ત્યારબાદ એક વાસણમાં દહીં લો અને તેમાં મીઠું અને પાણી ઉમેરો. આ બધી સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરો. તેને લગભગ 10 થી 15 મિનિટ માટે સેટ થવા દો. હવે ડુંગળી, ટામેટા, લીલી કોથમીર, લીલા મરચાં, કેપ્સિકમ ઝીણા સમારી લો. ગાજરને ખૂબ ઝીણું કાપો અથવા તેને છીણી લો.

ચીલા તવા પર ચોંટતા રોકશે આ ટીપ્સ

હવે વાત કરીએ તવા પર ચીલા ચોંટવાની. ઘણા લોકો આની ફરિયાદ કરે છે. શેફ કહે છે કે, આવું ન થાય તેની માટે સૌથી પહેલા ગેસ પર તવો ગરમ કરો, ત્યાર બાદ તેલના બે થી ત્રણ ટીપા નાખો. પછી ટીથ્યુ વડે આખા તવા પર ફેલાવી દો. આમ કરવાથી તમારી ચીલા ચોંટશે નહીં.

ચણાના લોટના ખીરામાં ચીઝ ઉમેરો

ચીલા બનાવતા પહેલા, ચણાના લોટના ખીરામાં ૧ ચમચી તેલ ઉમેરો. આ પછી, તવા પર ખીરું રેડી અને ગોળ ફેલાવી દો. ત્યાર બાદ તવાની બાજુમાં પાણીના 2 – 3 ટીપાં નાંખો અને તેને ઢાંકણની મદદથી ઢાંકી દો. આમ કરવાથી તવામાં વરાળ બની જશે જેથી ચીલા ઝડપથી રંધાઇ જશે. આમ કરવાથી ચીલા તવા પર ચોંટ્યા વગર આસાનીથી નીકળી જશે.

ચીલા પર સ્ટફિંગ કરો

લગભગ 1 મિનિટ પછી તવા પરથી ઢાંકણ કાઢીને બ્રશ અથવા મોટી ચમચી વડે ચીલા પર તેલ પાથરી લો. હવે ચીલા પર 1 ચમચી શેઝવાન પેસ્ટ, 1 ચમચી ટમેટા કેચઅપ અને 1 ચમચી મેયોનીઝ પાથરી લો. આ પછી ચીલી પર સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં, ગાજર અને લીલા ધાણા ઉમેરો.

પનીર છીણીને મૂકો

હવે, શાકભાજીની ઉપર થોડું પનીર ઝીણી તેમાં 1/2 ચમચી પાવભાજી મસાલો અને ઉપર થોડું મીઠું મેળવી બધું મિક્સ કરી આખા ચીલા પર પાથરી લો. ધીમા તાપે ચીલાને શેકાવા દો. ચીલા શેકાઇ જ્યાં ત્યારે તેને રોલ કરીને તવા પરથી ઉપાડી પ્લેટમાં મૂકવો. આ રીતે સ્વાદિષ્ટ ચીલા બનીને તૈયાર થઇ જશે.

Web Title: Chilla recipe in gujarati by chef pankaj know how to fix chilla sticking to pan as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×