scorecardresearch
Premium

ભ્રામરી પ્રાણાયામથી કરો દિવસની શરુઆત, તણાવ દિવસભર રહેશે દૂર

Bhramari Pranayama : જો તમે તમારા દિવસની શરૂઆત સકારાત્મક અને તેજસ્વી રીતે કરવા માંગતા હોવ તો તમે સવારે ઉઠ્યા પછી ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો. આમ કર્યા બાદ તમે દિવસભર તણાવથી મુક્ત રહેશો અને સ્ટ્રેસ તમને પરેશાન નહીં કરે

bhramari pranayama, pranayama
ભ્રામરી પ્રાણાયામ કરવાથી મન તરત શાંત થઈ જાય છે, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે (તસવીર – ફ્રીપિક)

Morning Yoga: જો સવારે દિવસની શરૂઆત સારી રીતે થાય તો આખો દિવસ વધુ સારી રીતે પસાર થાય છે. ઘણા લોકો સવારે દોડવા માટે જાય છે, તો કેટલાક લોકો તેમના ઘરે યોગ અને ધ્યાન કરે છે. જો તમે પણ તમારા દિવસની શરૂઆત સકારાત્મક અને તેજસ્વી રીતે કરવા માંગતા હોવ તો તમે સવારે ઉઠ્યા પછી ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો. આમ કર્યા બાદ તમે દિવસભર તણાવથી મુક્ત રહેશો અને સ્ટ્રેસ તમને પરેશાન નહીં કરે.

ભ્રામરી પ્રાણાયામ મનને શાંત કરે છે

ભ્રામરી પ્રાણાયામ કરવાથી મન તરત શાંત થઈ જાય છે, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. જો તમે વિદ્યાર્થી છો તો તમારે દરરોજ આ પ્રાણાયામ કરવો જોઈએ. આમ કરવાથી એકાગ્રતા વધે છે અને મન અભ્યાસમાં જોતરાયેલું રહે છે. આ યોગ કરવાથી તમને માઈગ્રેન અને માથાના દુખાવા જેવી ગંભીર સમસ્યાઓથી પણ રાહત મળે છે.

ભ્રામરી પ્રાણાયામ કરવાના ફાયદા

  • મનને શાંત અને એકાગ્ર કરે છે, જેનાથી યાદશક્તિ પણ વધે છે.
  • ભ્રામરી પ્રાણાયામ કરવાથી માઇગ્રેન અને માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.
  • બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
  • મગજ અને નસોને રિલેક્સ કરે છે.
  • ડિપ્રેશનથી પીડાતા લોકોએ આ કરવું જ જોઇએ. આમ કરવાથી નકારાત્મક વિચારો ઓછા થાય છે.
  • ભ્રામરી પ્રાણાયામ કરવાથી ધ્યાનમાં ઊંડાણ આવે છે.

આ પણ વાંચો – ગરમી શરુ થતા જ મચ્છરોનો ત્રાસ વધ્યો, અપનાવો આ ઘરેલું ઉપાય મચ્છરો રહેશે દૂર

કેવી રીતે કરશો ભ્રામરી પ્રાણાયામ?

ભ્રામરી પ્રાણાયામ કરવા માટે તમે સૌ પ્રથમ સુખાસન કે પદ્માસનમાં બેસો. આ યોગ કરવા માટે કોઈ શાંત જગ્યા શોધો. હવે તમારી આંખો બંધ કરો અને બે લાંબા શ્વાસ લો અને શ્વાસ છોડો. શરીરને રિલેક્સ કરતા બંને હાથની તર્જની આંગળીથી તમારા બંને કાનને હળવેથી દબાવો. હવે મધમાખી જેવો અવાજ બહાર આવવા દો. તમે તમારું મોં બંધ રાખો અને હમ્મ્મનો અવાજ કરો. આ તમે 5થી 10 વખત ધીમે ધીમે કરી શકો છો

Web Title: Bhramari pranayama can help to reduce stress anxiety ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×