Benefits of Soybean: પ્રોટીન માટે લોકો સોયાબીનનું સેવન કરે છે. શું સોયાબીનનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહિ, તેના વિષે હાર્ટકેર અને લાઈફ સ્ટાઇલ એક્સપર્ટ ડો. બિમલ છાજેરએ એક વિડીયોમાં કહ્યું છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
તેમણે કહ્યું કે સોયાબીનનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે, પ્રોટીન, કેલરી અને ફાઈબરથી ભરપૂર છે, જે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.
કેવી રીતે કરવું સોયબીનનું સેવન
ડો. છાજેરએ કહ્યું કે સોયાબીનને અંકુરિત કરી સ્પ્રાઉટ્સના રૂપમાં સેવન કરી શકાય છે. લોટમાં મિક્ષ કરી અને સોયા મિલ્ક અને સોયા પનીરન રૂપમાં તેનું સેવન કરી શકાય છે. તેમને કહ્યું કે પ્રોટીનની સાથે તેમાં ફાઈબર અને ફેટ પણ હોઈ છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
શું હૃદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે સોયાબીન?
ડો. બિમલ છાજરેના મત અનુસાર સોયાબીન, પ્રોટીનનો સારો સ્ત્રોત છે. નોંધનીય વાતએ છે કે તેમાં પ્રોટીન હોય છે પરંતુ કોલેસ્ટ્રોલ હોતું નથી. જે હૃદયના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે. હાર્ટના દર્દીઓ પ્રોટીન માટે તેનું સેવન કરી શકો છે.
શું સોયબીનું સેવન વજન વધારે છે?
100 ગ્રામ સોયાબીનમાં લગભગ 440 થી વધારે કેલરી હોય છે. વજન ઓછું કરનારાઓએ આનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. સોયાબીનના સેવનથી વજન વધે છે.
આ પણ વાંચો: Fenugreek Seed: મેથી દાણાનું સેવન આ બીમારીમાં નુકશાનકારક, અહીં જાણો
હાડકા માટે ફાયદાકારક સોયાબીન
સોયાબીન હાડકા માટે ફાયદાકારક છે. સિયા મિલ્કમાં 1.8 ગ્રામ ફેટ હોય છે. એ અનુસાર સોયામિલ્ક હૃદયના દર્દીઓ, હાડકા અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે. લોટમાં મિક્ષ કરીને પણ તેનું સેવન કરી શકાય છે. સોયાબીનનો ઉપયોગ સ્પ્રાઉટ્સના રૂપમાં કરી શકાય છે. મર્યાદિત માત્રામાં એના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થઇ જાય છે.
એક રિપોર્ટ મુજબ સોયાબીન અને સોયા ફૂડ્સ હૃદય સંબંધી બીમારીઓનું જોખમ ઓછું કરે છે. ખાસ કરીને કાર્ડિયેક અરેસ્ટ અને સ્ટ્રોકમાં અસરકારક છે. બેડ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
આ પણ વાંચો: Kiwi Side Effect: કિડનીના દર્દીઓ માટે ઝેર જેટલી અસર કરે છે કીવી,જાણો સાઈડ ઇફેક્ટ
કેવી રીતે કરવું સોયબીનનું સેવન
ડો. છાજેરએ કહ્યું કે સોયાબીનને અંકુરિત કરી સ્પ્રાઉટ્સના રૂપમાં સેવન કરી શકાય છે. લોટમાં મિક્ષ કરી અને સોયા મિલ્ક અને સોયા પનીરન રૂપમાં તેનું સેવન કરી શકાય છે. તેમને કહ્યું કે પ્રોટીનની સાથે તેમાં ફાઈબર અને ફેટ પણ હોઈ છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.