scorecardresearch
Premium

ઓફિસમાં કામ કરવા દરમિયાન આવી રીતે મેળવો કમરના દુખાવાથી છુટકારો, જાણો એક્સપર્ટ્સની ટિપ્સ

Back Pain: ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું એ પણ બેક પેઈનનું કારણ છે

એક જગ્યાએ લાંબા સમય સુધી સતત બેસી રહેવું ના જોઈએ (તસવીર - freepik)
એક જગ્યાએ લાંબા સમય સુધી સતત બેસી રહેવું ના જોઈએ (તસવીર – freepik)

Back Pain: પીઠનો દુખાવો એટલે કે બેક પેઈન હવેના સમયમાં સામાન્ય બની ગયો છે. ડોક્ટર અનુસાર એક વર્ષમાં લગભગ 20% યુવાઓ તેની ફરિયાદ કરે છે. પીઠના દર્દને કારણે તમારું કામ ઘણું પ્રભાવિત થાય છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું એ પણ બેક પેઈનનું કારણ છે.

મેક્સ સાકેતના ન્યુરોસર્જરી વિભાગના પ્રિન્સિપાલ ડાયરેક્ટર અને હેડ ડો.બિપિન વાલિયાના જણાવ્યા મુજબ ઓફિસમાં કામ કરતી વખતે ખુરશી અને સાચી મુદ્રામાં બેસવું, લાંબા સમય સુધી બેસી ન રહેવું જેથી પીઠનો દુખાવો ઓછો થઇ શકે. આવો જાણીએ કે ઓફિસમાં કામ કરતી વખતે પીઠના દુખાવાને કેવી રીતે ઓછો કરી શકાય છે.

કામ દરમિયાન પીઠ દર્દનું સામાન્ય કારણ

કામના સમયે વજનદાર વસ્તુ ઉઠાવવાથી પણ પીઠનો દુખાવો થઇ શકે છે. લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસવું પણ દુખાવાનું કારણ બની શકે છે.

આ પણ વાંચો – શું બ્લડ સુગરના દર્દીઓ દાળ ખાઈ શકે છે? જાણો ડાયાબિટીસમાં કઈ દાળ બેસ્ટ છે

પીઠના દુખાવાથી છો પરેશાન, તો આ વાતનું રાખો ધ્યાન

જો તમે પીઠના દુખાવાથી પરેશાન છો તો તમારું વજન ઘટાડવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડીની સાથે સ્વસ્થ સંતુલિત ભોજનનું કરવું. પીઠના દુખાવાને ઓછો કરવામાં કસરત પણ એક મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ધૂમ્રપાન કરો છો તો તુરંત બંધ કરવું.

ઓફિસમાં કામ કરતી વખતે પીઠનો દુખાવો આવી રીતે કરો ઓછો

  • નમવું અથવા ખેંચાણ ટાળવા માટે દરેક વસ્તુને નજીક રાખવી.
  • તમારા મોનિટરની ઊંચાઈને એ રીતે ગોઠવી કે જેથી તમારૂ મોનિટર સીધું આંખો સામે જ આવે.
  • તમારા ડેસ્ક કે ખુરશીની ઊંચાઈ એ રીતે ગોઠવો કે જેથી તમારો હાથ તમારા ડેસ્કની સપાટી પર રહે અને તમે સીધા બેસો તો તમારી કોણી 75થી 90 ડિગ્રીના ખૂણો પર બને.
  • ઓફિસમાં ફરતી વખતે તમારા ખભાને પાછળ અને ડોક ઊંચી રાખવી.
  • તમારા ટેલિફોનને તમારા ખભા પર આરામ કરવા માટે તમારા માથાને નમાવવાને બદલે હેડસેટ અથવા સ્પીકર ફોનનો ઉપયોગ કરો.
  • વારંવાર નાનો બ્રેક લો. જો તમને લાંબા સમય સુધી બેસવાનું હોય તો તમારી સ્થિતિને વારંવાર બદલો. સમય સમય પર ફરવું, દર કલાકે થોડું ચાલવું.

Web Title: Back pain treatment relief office job

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×