scorecardresearch
Premium

અજમાનુ તેલ દુખાવાનું દુશ્મન છે, સાંધાના તમામ દર્દ થઈ જશે છૂમંતર, આ રીતે કરો તેનું સેવન અને ઉપયોગ

ajwain Ajama bij oil Benefits joint pain : અજમાનું તેલ હાડકા, સાંધા અને સ્નાયુઓના દુખાવાને શાંત કરી શકે છે અને તમામ દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. અજમાના બીજનું તેલ ઠંડક અને સુખદાયક છે, જે શરીર પર હકારાત્મક અસર કરે છે.

ajwain Ajama bij oil Benefits joint pain
અજમાના તેલથી સાંધાના દુખામાં રાહત મળે છે

શિયાળાની ઋતુ આવી ગઈ છે, આ ઋતુમાં સાંધા અકડાવા અને દુખાવો ખૂબ જ પરેશાન કરે છે. ખાસ કરીને એવા લોકોને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે જેઓ આર્થરાઈટિસ, ગાઉટ અથવા યુરિક એસિડના દર્દી છે. શિયાળામાં આ રોગોને કારણે સાંધામાં દુખાવો અને સોજો વધી જાય છે. જો વ્યવસ્થિત આહાર અને દવાઓ લેવામાં ન આવે તો આ ઠંડી ઋતુમાં ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. અજમો એક એવો મસાલો છે, જે શિયાળામાં સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવા માટે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો અજમાનો ઉપયોગ તેના તેલના રૂપમાં કરવામાં આવે તો દુખાવામાં રાહત મેળવી શકાય છે.

5મી સદીમાં ચાઇનીઝ દ્વારા અજમાના તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આજે ભારતીય આયુર્વેદિક પ્રથાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. અજમામાં જટિલ, મજબૂત, મીઠી અને મસાલેદાર સુગંધ હોય છે. અજમાનું તેલ તેના બીજનો ઉપયોગ કરીને જ કાઢવામાં આવે છે. જો આ તેલનો ઉપયોગ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવા માટે કરવામાં આવે તો, તેની જાદુઈ અસર થાય છે. આ તેલ સંધિવાના દુખાવામાં રાહત આપવા માટે ઉત્તમ ઔષધ છે.

આ તેલ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે, આ તેલ સ્નાયુઓને શાંત કરી શકે છે અને સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. અજમાના બીજનું તેલ ઠંડક અને સુખદાયક છે, જે શરીર પર હકારાત્મક અસર કરે છે. તો ચાલો જાણીએ કે અજમાના ઓઈલના શું ફાયદા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

અજમાના તેલના ફાયદા

હૃદયના રોગોથી બચાવે છે

અજમાના અર્કમાં એન્ટિ-હાયપરલિપિડેમિક ગુણધર્મો છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયના રોગોને અટકાવે છે. આ તેલ હૃદયના રોગોથી બચવા માટેનો રામબાણ ઉપાય છે.

ચેપથી બચાવે છે

અજમાનું ઓઈલ ઈન્ફેક્શનથી બચવામાં દવાની જેમ કામ કરે છે. એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર આ તેલ ફૂગનો નાશ કરે છે અને ફંગલ ઇન્ફેક્શનથી રાહત આપે છે.

આ તેલ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે

જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો, અજમાના ઓઈલનું સેવન કરો. તેનું સેવન કરવાથી ગેસ, અપચો, એસિડિટી અને ઉબકાથી રાહત મળે છે. આ તેલનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

અજમાના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો

  • પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે અજમાના બાજના ઓઈલના થોડા ટીપા તમારા ભોજનમાં ઉમેરીને તેનું સેવન કરો.
  • શરીરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે નહાવાના ગરમ પાણીમાં ત્રણથી ચાર ટીપાં ભેળવીને અજમાના તેલનું સેવન કરો.
  • બોડી મસાજ માટે આ તેલનો ઉપયોગ નારિયેળ તેલમાં મિક્સ કરીને કરો. શરીરનો દુખાવો દૂર થશે અને તમને ઘણી રાહત મળશે.

Web Title: Ajwain ajama bij oil benefits joint pain how to use and consume jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×