scorecardresearch
Premium

AC Use Tips: એસી બ્લાસ્ટ કેમ થાય છે? એર કન્ડિશનરના ઉપયોગ વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, દૂર્ઘટનાથી બચો

Air Conditioner Explosion Reasons And Prevent Tips: એસી બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહી છે. જો તમે પણ ઉનાળામાં એસીનો ઉપયોગ કરી રહ્યા છો એર કન્ડિશનર આટલી બાબત ધ્યાનમાં રાખી દૂર્ઘટનાથી બચી શકો છો.

AC Blast And Sefty Tips | AC Blast causes | AC Blast Sefty Tips | air conditioner explosion prevent | AC Usage Tips
AC Explosion Reasons And Prevent Tips : ઉનાળામાં એસી બ્લાસ્ટ એટલે કે એર કન્ડિશનર ફાટવાની ઘણી ઘટનાઓ બને છે. (Photo – Freepik)

AC Explosion Reasons And Prevent Tips: ઉનાળાની ગરમીમાં એસી એટલે કે એર કન્ડિશનર ઠંડક આપે છે. જો કે એસીનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવધાની રાખવી જરૂરી છે, નહીંત્તર ક્યારેક તે જીવલેણ સાબિત થઇ શકે છે. ઉનાળામાં ગરમી વધતા ઘર અને ઓફિસમાં એસી સતત ચાલુ રહે છે. આવી સ્થિતિમાં કોઇ ખામી સર્જાતા એસીમાં બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.

તાજેતરમાં જ નોઈડા અને મુંબઈમાં એસી બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. નોઈડામાં એક ઉંચી ઈમારતમાં એસીમાં બ્લાસ્ટ થવાના કારણે આખો ફ્લેટ આગની લપેટમાં આવી ગયો છે. માટે એસી ચલાવતી વખતે સાવચેત રહેવું અને બેદરકારી ન દાખવવી જરૂરી છે. એસી સાથે જોડાયેલી મહત્વની બાબતો પર યોગ્ય સમયે ધ્યાન આપીને તમે એસીમાં કોઇ પણ પ્રકારની આગ લાગવાની ઘટનાથી બચી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે એસીમાં આગ કેમ લાગે છે? જાણો તેનાથી બચવાની રીત…

Utility News, air conditioner
ઉનાળાના દિવસોમાં એસી આખી સિઝનમાં યોગ્ય રીતે કામ કરતા રહેવા માટે આપણે એર કંડીશનરની પણ કાળજી લેવાની જરૂર છે (ફાઇલ ફોટો)

એસી માં બ્લાસ્ટ કેમ થાય છે? (AC Blast Reasons)

એસીમાં બ્લાસ્ટ થવાનું સૌથી મોટું કારણ છે મેઇન્ટેનન્સનો અભાવ અને ખોટી રીતે ઇન્સ્ટોલેશન. જો તમે સમયસર એસી સર્વિસ ન કરાવો અને એસી લાંબા સમય સુધી ચાલતું રહે તો મશીન વધારે ગરમ થઈ જાય છે અને ઉનાળામાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. કોઈ અનુભવી ટેકનિશિયન દ્વારા એસી ઇન્સ્ટોલ કરાવવું અને વર્ષમાં ઓછામાં ઓછું એક વાર સર્વિસ કરાવવું મહત્વપૂર્ણ છે.

એર કન્ડિશનરનું નબળું વાયરિંગ, લૂઝ કનેક્શન અને શોર્ટ સર્કિટ પણ વિસ્ફોટનું કારણ બની શકે છે. એસીમાં ગેસ લિકેજ થવાથી પણ બ્લાસ્ટ થઈ શકે છે.

ઘણી વખત એવું બને છે કે એસી બરાબર ઠંડુ થતું નથી પરંતુ આપણે તેને ચાલુ રાખીએ છીએ. આમ કરવાથી એસી પર લોડ પડે છે અને તે ગરમ થતા બ્લાસ્ટ થઇ શકે છે.

બીજી બાબત જે એસી બ્લાસ્ટનું કારણ બની શકે છે તે છે ટર્બો મોડ. હા, ઘણી વખત આપણે ઝડપથી ઠંડક મેળવવા માટે ટર્બો મોડ ચાલુ કરીએ છીએ અને લાંબા સમય સુધી આ મોડમાં એસી ચલાવવું જોખમી બની શકે છે.

AC Blast And Sefty Tips | AC Blast causes | AC Blast Sefty Tips | air conditioner explosion prevent | AC Usa Tips
AC Usa Tips: એસીનું સમયાંતર મેન્ટેનન્સ અને સર્વિસ કરાવવું જોઇએ. (Photo – Freepik)

એસી બ્લાસ્ટ થી કેવી રીતે બચી શકાય? (How To AC Explosion Prevent)

  • જ્યારે પણ ઘર કે ઓફિસમાં એસી લગાવો ત્યારે હંમેશા કંપની તરફથી પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયન કે ટેક્નિશિયનને કોલ કરો. ઉપરાંત સમયાંતરે ઈલેક્ટ્રિકલ સેફ્ટી ચેક રાખો.
  • જાણકારોના મતે લગભગ 600 કલાકના ઉપયોગ બાદ એસીની સર્વિસ કરાવવી જરૂરી છે.
  • જો તમને એસી માંથી થોડો પણ ગેસ લીકેજની ગંધ આવે તો તરત જ તેને બંધ કરી દો અને ટેક્નિશિયનને બતાવો.
  • ટર્બો મોડમાં થોડો સમય એસી ચલાવ્યા બાદ તેને સામાન્ય સ્થિતિમાં પરત લાવો. એસીને સામાન્ય સ્પીડમાં ચલાવવાથી બ્લાસ્ટનું જોખમ ટાળી શકાય છે.
  • નિયમિત સફાઇ અને સર્વિસ અભાવે કેટલીકવાર એર કંડીશનર ફાટવાનું કારણ બને છે. માટે એસીની સ્વચ્છતા પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે.
  • જો તમારા એસીમાં રેફ્રિજન્ટ એટલે કે ગેસનું લેવલ ખૂબ જ ઓછું હોય તો તેનાથી પણ યુનિટ વધારે ગરમ થઈને બ્લાસ્ટ થઈ શકે છે. તમારી એસીના મેન્યુફેચર્સ તરફથી મળેલા મેન્યુઅલને અનુસરો અને તે મુજબ એસીમાં ગેસ ઉમેરો.

આ પણ વાંચો | AC Tips: એસી માં ટન એટલે શું? 100 ચોરસ ફુટના રૂમ માટે કેટલા ટનનું એર કન્ડિશનર ખરીદવું? પહેલા સમજો પછી ખરીદો

  • આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં એસી ટ્રિપ થવાની ફરિયાદ વધી જાય છે. ઓવરહિટિંગથી એસી બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. શક્ય હોય તો એસીના આઉટડોર યુનિટને છાંયડામાં રાખો અને જો યુનિટ છત પર કે ખુલ્લા મૂકવામાં આવ્યું હોય તો તેની ઉપર છાંયડો લગાવી દો.
  • એસી ચલાવતી વખતે તેને દર એકથી બે કલાકે 5-7 મિનિટ માટે બંધ કરી દો.
  • તાપમાનને નિયંત્રિત કરવા માટે, એસીના કોમ્પ્રેસર અથવા બાહ્ય એકમ પર થોડું પાણી છાંટો.

Web Title: Ac blast causes fire and sefty tips what is air conditioner explosion and how to prevent as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×