scorecardresearch
Premium

2025 Generation Beta: 2025 થી જનરેશન બીટા શરૂ, નવી પેઢી Gen આલ્ફા અને ઝેડ થી વધુ સ્માર્ટ અને હોંશિયાર હશે

Beta Generation Comes 2025 : વર્ષ 2025થી જનરેશન બીટા શરૂ થશે અને જનરેશન આલ્ફા સમાપ્ત થઇ જશે. બીટા જનરેશનના બાળકો અગાઉની જનરેશન આલ્ફા કરતા વધુ સ્માર્ટ અને ઝડપી હશે.

Generation Beta | Gen Beta | 2025 Gen Beta
Generation Beta: વર્ષ 2025 થી 2039 વચ્ચે જન્મેલા બાળકો જનરેશન બીટા કહેવામાં આવશે. (Photo: Freepik)

Generation Beta : વર્ષ 2025 એક શાનદાર વર્ષ બનવા જઈ રહ્યું છે. નવા વર્ષ 2025ની શરૂઆત સાથે જનરેશન ચેન્જ થશે. અત્યાર સુધી તમે જનરેશન ઝેડ (Gen Z) નામ સાંભળ્યું છે. વર્ષ 2024 વિદાય થવાની સાથે Gen Z સમાપ્ત થશે અને જનરેશન બીટા (Generation Beta) શરૂ થશે. તમે પણ મૂંઝવણમાં હશે તો જનરેશન બીટા શું છે અને જનરેશન ઝેડ થી કેટલી ખાસ છે. આ લેખ તમારી મૂંઝવણ દૂર કરશે.

હકીકતમાં વર્ષ 2025 જનરેશન બીટા નું રહેશે. હવે તમે વિચારતા હશો કે જનરેશન ઝેડ અને આલ્ફા થોડા વર્ષો પહેલા ચાલતા હતા અને હવે અચાનક આ પરિવર્તન કેવી રીતે? હકીકતમાં વર્ષ 2025 થી 2039 ની વચ્ચે જન્મેલા બાળકો બીટા જનરેશનના હશે. વર્ષ 1990 થી 2010 વચ્ચે જન્મેલા લોકોને જનરેશન ઝેડ (Generation Z) કહેવાય છે. તો વર્ષ 2010 થી 2025 વચ્ચે જન્મેલા બાળકોને જનરેશન આલ્ફા (Generation Alpha) કહેવાય છે.

જનરેશન બીટા શું છે: What is Generation Beta?

હકીકતમાં જનરેશન બીટા 2025 અને ત્યાર પછીના વર્ષોમાં જન્મેલા બાળકોનું એક જૂથ છે. આ પેઢીના બાળકો પણ જનરલ ઝેડ અને આલ્ફા કરતા ઘણા ઝડપી હશે. ખેર, જેમ જેમ અલ્ફા જનરેશન મોટી થઈ રહી છે, તેમ તેમ તેમની વચ્ચે ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે.

જનરેશન બીટાના લક્ષણ : Characteristics Of Generation Beta

આમ પણ જનરેશન બીટાના બાળકો મોટા થવા સુધી આ ટેકનોલોજી વધુ એડવાન્સ થઇ જશે અને જનરેશન બીટા માટે AI અને ડિજિટલ કનેક્ટિવિટી જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની શકે છે. ટેકનોલોજીના ઝડપી વિકાસથી તમામ કામકાજ ઝડપી અને આંગળીઓના ઇશારાથી થશે. એવું કહેવામાં આવે છે કે, નવી જનરેશન જુની જનરેશનથી વધુ શ્રેષ્ઠ હોય છે, આવી સ્થિતિમાં જનરેશન બીટા નવા વિચાર અને તત્કાલિક પગલાં લેનાર પણ હોઇ શકે છે. અલબત્ત, તેમના વિશે હાલ બધું કહેવું વહેલું ગણાશે, કારણ દુનિયા બહુ ઝડપથી બદલાઇ રહ રહી છે.

જનરેશન બીટાના બાળકો જનરેશન આલ્ફા કેટલા ખાસ હશે

આલ્ફા જનરેશનના બાળકો એ બાળપણથી જ સ્માર્ટફોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અમુક ઉત્કૃષ્ઠ ટેકનોલોજી અપનાવી છે. સાથે જ બીટા જનરેશનના બાળકો આલ્ફા જનરેશન કરતા પણ આગળ નીકળી શકે છે. તે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને મેટાવર્સ વચ્ચે આગળ વધી શકે છે.

Web Title: 2025 generation beta them characteristics beta gen after alpha generation ends as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×