scorecardresearch
Premium

IND vs AUS WC 2023 Final : વર્લ્ડકપના અંતિમ દિવસે અમદાવાદની એરસ્પેસ 45 મિનિટ માટે રહેશે બંધ

World Cup 2023 India vs Australia final ahmedabad : ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચના પગલે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Airport) તરફથી એક નિવેદનમાં મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે એરસ્પેસ બપોરે 1.25 થી 2.10 વાગ્યા સુધી બંધ રહેશે.

ahmedabad airspace closed on world cup final day
ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચના દિવસે 45 મિનીટ એરપોર્ટ બંધ રહેશે (ફોટો – એક્સપ્રેસ)

IND vs AUS World Cup 2023 Final Ahmedabad : 19 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી 45 મિનિટ સુધી કોઈ પેસેન્જર ફ્લાઇટ ઓપરેટ થશે નહીં કારણ કે, ભારતીય વાયુસેના (IAF) ની સૂર્ય કિરણ ટીમ દ્વારા અહીં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલની ઉજવણી માટે એર શો માટે એરસ્પેસ બંધ રાખવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ જોવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચાર્ડ માર્લ્સ પણ હાજરી આપે તેવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, પીએમ મોદી સંભવતઃ ફાઈનલ મેચમાં હાજરી આપવા જઈ રહ્યા છે અને મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ મોદી સાથે જોડાય તેવી પણ પૂરી શક્યતાઓ છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, “પીએમ મોદી મેચ માટે આવે તેવી સંભાવના છે. અમારી પાસે તેમનો સમયપત્રક નથી, પરંતુ તેઓ મેચ માટે આવે તેવી સંભાવના છે, આ સિવાય શક્યતાઓ છે કે ઓસ્ટ્રેલિયાના પીએમ પણ તેમની સાથે (મોદી) જોડાય,” એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

અમદાવાદની એરસ્પેસ પ્રેક્ટિસ માટે આજે પણ બપોરે 1.25 વાગ્યાથી 2.10 વાગ્યા સુધી બંધ કરવામાં આવી હતી, કારણ કે સૂર્ય કિરણ ટીમ પ્રેક્ટિસ સેશન કરી રહી હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, IAF ટીમ શનિવારે પણ સમાન પ્રેક્ટિસ સત્ર યોજે તેવી અપેક્ષા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી એક નિવેદનમાં મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે, સૂર્ય કિરણ ટીમ દ્વારા એર ડિસ્પ્લેને કારણે 19 નવેમ્બરના રોજ બપોરે 1.25 વાગ્યાથી 2.10 વાગ્યા સુધી એરસ્પેસ બંધ રહેશે.

નવ એરક્રાફ્ટની બનેલી IAF ટીમ ક્રિકેટ મેચ શરૂ થાય તે પહેલા 10 મિનિટનો એર શો યોજશે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત ગાવામાં આવતુ હોવાથી વિમાન ફ્લાય પાસ્ટ પણ કરશે.

અમદાવાદ એરપોર્ટ પર લગભગ 43 સ્ટેન્ડ છે, જેમાંથી 15 નોન-શિડ્યુલ્ડ ફ્લાઈટ્સ માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશનનો સમાવેશ થાય છે. બાકીની પાર્કિંગ સ્પેસ સુનિશ્ચિત ફ્લાઈટ્સ માટે છે, જેના માટે એરપોર્ટે મુસાફરોને 19 નવેમ્બર માટે “મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે વધારાનો સમય ફાળવવા” માટે સલાહ આપી છે.

આ પણ વાંચોWorld Cup 2023 Final: વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે ભારત, આ છે ટીમ ઈન્ડિયાની મોટી સમસ્યા

નાઇટ પાર્કિંગની માંગ પ્રમાણભૂત પાર્કિંગ માટે સ્ટેન્ડની ઉપલબ્ધતા કરતાં વધી જાય તો એરપોર્ટે એરક્રાફ્ટના નોન-સ્ટાન્ડર્ડ પાર્કિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ તૈયાર કરી છે.

જો નાઇટ પાર્કિંગની માંગ વધી જાય તો, અમદાવાદ એરપોર્ટે નજીકના એરપોર્ટ પર વિઝિટિંગ એરક્રાફ્ટને રાત્રિ પાર્કિંગ માટે સમાવવા માટે પડોશી એરપોર્ટ સાથે પણ સંકલન કર્યું છે.

Web Title: World cup 2023 india vs australia final ahmedabad airport closed air show ieart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×