scorecardresearch
Premium

કોણ છે IPS નિધિ ઠાકુર? જેમને સોંપાઈ સાબરમતી જેલની જવાબદારી, અહીં કેદ છે લોરેન્સ બિશ્નોઈ

IPS Nidhi Thakur: સાબરમતી જેલ સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી IPS અધિકારી ડો.નિધિ ઠાકુરને સોંપવામાં આવી છે. તે 2020 બેચની ઓફિસર છે, આ પહેલા નિધિને વડોદરા ઈન્ટરમીડિયેટ જેલના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પોસ્ટ કરવામાં આવી હતી.

Who is IPS Nidhi Thakur, IPS Nidhi Thakur,
ડૉક્ટર નિધિ ઠાકુરને 2020માં સિવિલ સર્વિસ માટે પસંદ કરવામાં આવી હતી. (તસવીર: svp_npa/Instagram)

IPS Nidhi Thakur: ગુજરાતમાં આઈપીએસની બદલીઓનો દોર યથાવત છે અને આગામી સમયમાં પણ કેટલાક આઈપીએસ અધિકારીઓની બદલી થાય તો તે નવાઈ નથી. 9 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં 2010 બેંચની આઈપીએસ અધિકારી શ્વેતા શ્રીમાળીને ગુજરાત સરકારે રિલીવ કરી દીધા છે. હવે તેઓ કેન્દ્ર સરકાર સાથે ડેપ્યુટેશન પર કામ કરશે. તેમને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટી ડાયરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પાસે ગુજરાતની સૌથી સંવેદનશીલ જેલ સાબરમતીના સુપરિન્ટેન્ડેન્ટની જવાબદારી હતી.

તમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બંધ છે. જેને જેલના હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યા છે. શ્રીમાળીની જગ્યાએ હવે જેલ સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી IPS અધિકારી ડો.નિધિ ઠાકુરને સોંપવામાં આવી છે. તે 2020 બેચની ઓફિસર છે, આ પહેલા નિધિને વડોદરા ઈન્ટરમીડિયેટ જેલના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. નિધિ ઠાકુર મૂળ બિહારના છે. સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત ઘણા મોટા ગેંગસ્ટરો કેદ છે. તાજેતરમાં મહારાષ્ટ્ર NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું.

નિધિ ઠાકુર પાસે જનરલ મેડિસિનમાં એમડીની ડિગ્રી

વ્યવસાયે ડૉક્ટર નિધિ ઠાકુરને 2020માં સિવિલ સર્વિસ માટે પસંદ કરવામાં આવી હતી. તેમને PMCH, પટનામાં પોસ્ટ કરવામાં આવી છે. નિધિ ઠાકુરે DMMCHમાંથી MBBS કર્યું છે. તે ગોલ્ડ મેડલિસ્ટ પણ રહી ચૂકી છે. તેમના પિતા અજય કુમાર ઠાકુર પણ બિહાર વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી છે. નિધિ મૂળ ખાગરિયા જિલ્લાના શિરાનિયા ગામની રહેવાસી છે. નિધિ ઠાકુરે જનરલ મેડિસિનમાં એમડીની ડિગ્રી પણ મેળવી છે. વડોદરા જેલમાં પોસ્ટીંગ દરમિયાન તેમણે અનેક પ્રશંસનીય કાર્યો કર્યા હતા. જે બાદ સરકારે તેમને સાબરમતી જેલ સુપ્રિટેન્ડેન્ટની મહત્વની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સતત બીજી વખત મહિલા અધિકારીને જવાબદારી સોંપાઈ

અગાઉ સાબરમતી જેલની કમાન શ્વેતા શ્રીમાળી પાસે હતી જે મૂળ રાજસ્થાનની છે. સતત બીજી વખત મહિલા અધિકારીને સાબરમતી જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા છે. શ્વેતા શ્રીમાળીએ ડાંગ જિલ્લામાં એસપી તરીકે કામ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે અનેક ગુનેગારોની ધરપકડ કરી હતી. જે બાદ તે લેડી સિંઘમ તરીકે ઓળખાવા લાગી. સરકારે તેમને ડીઆઈજી તરીકે બઢતી આપીને સાબરમતી જેલની જવાબદારી સોંપી હતી. યુપીનો ડોન અતીક અહેમદ પણ સાબરમતી જેલમાં બંધ છે. શ્વેતાના પતિ સુનીલ જોશી પણ આઈપીએસ છે, જેમને પ્રેમથી સિંઘમ કહેવામાં આવે છે. તે ગુજરાત ATSમાં પોસ્ટેડ છે તેમણે અનેક સફળ ઓપરેશન પાર પાડ્યા છે.

Web Title: Who is ips nidhi thakur new superintendent of sabarmati jail rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×