scorecardresearch
Premium

ગુજરાતમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કહ્યું?

Gujarat Winter Season IMD Forecast: ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળા અને ઠંડીએ દસ્તક આપી દીધી છે. ઘણા રાજ્યોમાં લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરવાનું પણ શરૂ કરી દીધું છે.

IMD department forecast, winter season, Ambalal Patel forecast,
Gujarat Weather Forecast : ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. – Express photo

Gujarat Winter Season IMD Forecast: ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળા અને ઠંડીએ દસ્તક આપી દીધી છે. ઘણા રાજ્યોમાં લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરવાનું પણ શરૂ કરી દીધું છે. આ વર્ષે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના જિલ્લાઓમાં આગામી 4 થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાં જ ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડી પડી શકે છે.

હવામાનની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવેમ્બરની શરૂઆતથી જ રાજ્યના કેટલાક ભાગોમાં રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધશે. સાથે જ મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની પણ સંભાવના છે. આ કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે, ખાસ કરીને અલ નીનો ઈફેક્ટને કારણે આ વખતે શિયાળો મોડો શરૂ થશે. જેના કારણે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે.

ઠંડીનું પ્રમાણ વધી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું ભયંકર વાવાઝોડું 19 અને 22 નવેમ્બરની વચ્ચે રાજ્યમાં ત્રાટકી શકે છે. આનાથી ગુજરાતનું હવામાન બદલાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ પડી શકે છે. ખાસ કરીને 7 થી 14 નવેમ્બર અને 19 થી 22 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

Web Title: When will it be cold in gujarat know what meteorological department and ambalal patel said rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×