scorecardresearch
Premium

Biparjoy Cyclone: બિપરજોય ચક્રવાત જમીન પર લેન્ડફોલ થયા પછી કેવી અસર કરશે?

Biparjoy Cyclone Update : ભારતના મોસમ વિજ્ઞાન વિભાગે તાજા બુલેટિનમાં કહ્યું કે લેન્ડફોલની પ્રક્રિયા સાંજથી લઇને લગભગ અડધી રાત સુધી ઘણા કલાકો સુધી યથાવત્ રહેવાની સંભાવના છે

cyclone Biparjoy landfall near Jakhau Port
ચક્રવાત બિપરજોય થોડું નબળું પડવાનું શરૂ થયું છે પરંતુ ગુરુવારે (15 જૂન) જ્યારે તે ગુજરાતમાં લેન્ડફોલ કરશે ત્યારે સંભવિત વ્યાપક નુકસાન પહોંચાડવા માટે હજુ પણ ઘણું મજબૂત રહેશે

Biparjoy Cyclone Latest Update: ચક્રવાત બિપરજોય થોડું નબળું પડવાનું શરૂ થયું છે પરંતુ ગુરુવારે (15 જૂન) જ્યારે તે ગુજરાતમાં લેન્ડફોલ કરશે ત્યારે સંભવિત વ્યાપક નુકસાન પહોંચાડવા માટે હજુ પણ ઘણું મજબૂત રહેશે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી 70 કિમી દક્ષિણ પૂર્વમાં ગુજરાતના જખૌ બંદર પાસે લેન્ડફોલ થવાની આશા છે. ભારતના મોસમ વિજ્ઞાન વિભાગે તાજા બુલેટિનમાં કહ્યું કે લેન્ડફોલની પ્રક્રિયા સાંજથી લઇને લગભગ અડધી રાત સુધી ઘણા કલાકો સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.

બિપરજોયે બુધવારથી જ કેટલીક તાકાત ગુમાવી દીધી છે અને તેને અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાંથી ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. બુધવારે સવારે ચક્રવાત સાથે જોડાયેલી હવા 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી હતી. જેમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો. જોકે બપોર સુધીમાં પવનની ગતિ થોડી ઘટીને 120-130 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ હતી. જ્યારે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો. સાંજે લેન્ડફોલ થશે ત્યાં સુધીમાં પવનની ગતિમાં થોડો વધુ ઘટાડો થવાની ધારણા છે.

લેન્ડફોલ પછી ચક્રવાત ખૂબ જ ઝડપથી વિખેરાઇ જવાની ધારણા છે. જેમ કે મોટાભાગના અન્ય ચક્રવાતોમાં પણ થાય છે. શુક્રવાર સુધીમાં વાવાઝોડું લગભગ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હશે. પરંતુ આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણું નુકસાન થવાની સંભાવના છે. જેના ઘણા ભાગોમાં પહેલાથી જ વાવાઝોડાનો પવન અને વરસાદ શરૂ થઈ ગયો છે. આઇએમડીએ ચેતવણી આપી છે કે તોફાની લહેર કેટલાક સ્થળોએ 3 થી 6 મીટર જેટલી ઊંચી જઈ શકે છે.

આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડું અત્યારે ક્યાં છે અને ક્યાંથી ક્યાં જશે, જુઓ લાઇવ લોકેશન

દરિયાકિનારે કાચા મકાનો સંપૂર્ણપણે નાશ પામે તેવી શક્યતા છે. જ્યારે કોંક્રિટના બાંધકામોને પણ નુકસાન થવાની ધારણા છે. પાવર અને કમ્યુનિકેશન લાઇનો પણ તૂટી જવાની સંભાવના છે.

અત્યાર સુધીમાં ગુજરાતના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આશરે 94,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠેથી 35,822 લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની કુલ 30 ટીમો તૈનાત કરવામાં આવી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વધુ 67 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: What will happen after cyclone biparjoy makes a landfall near jakhau port in kutch

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×