scorecardresearch
Premium

Gujarat Rain : રાજ્યમાં ધમાકેદાર મેઘમહેર, ઉમરપાડામાં પોણા પાંચ ઇંચ વરસાદ

Gujarat Rain, ગુજરાત વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 28 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Today Gujarat heavy rain news in gujarati
ગુજરાતમાં વરસાદ – Express photo

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી એકવખત વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સોમવારે દક્ષિણ ગુજરાત તરફ વધારે વરસાદ જોવા મળ્યો હતો. સોમવારને 28 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 4.76 ઇંચ વરસાદ વરસ્યો છે.

7 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 28 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં 4.76 ઇંચ, છોટા ઉદેપુરમાં 3.19 ઇંચ, બોડેલીમાં 2.99 ઇંચ, જાંબુઘોડામાં 2.32 ઇંચ, જેતપુર પાવીમાં 2.24 ઇંચ, ગરબાડામાં 2.2 ઇંચ, સોનગઢ 2.09 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે સાત તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ સિવાય ડોલવણમાં 1.89 ઇંચ, પલસાણા અને વ્યારામાં 1.65 ઇંચ, ધાનપુરમાં 1.61 ઇંચ, ગોધરામાં 1.57 ઇંચ, માંગરોળ અને બોડેલીમાં 1.54 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 118 તાલુકામાં 1 થી લઇને 38 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29 જુલાઈને મંગળવારે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો – તમે હેલ્મેટ કે શીટબેલ્ટ નથી પહેરતા? તો એકવાર ગુજરાતમાં રોડ અકસ્માતના આંકડા વાંચી લો

રાજ્યમાં સિઝનનો કુલ 61.32 ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો કુલ 61.32 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.00 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.49 ટકા, સૌરાષ્ટ્રમાં 54.90 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 63.88 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 211363 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 63.27% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 354961 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 63.60% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 29 છે. 51 ડેમ હાઇએલર્ટ પર અને 22 ડેમ એલર્ટ પર છે.

Web Title: Weather update gujarat rainfall data 28 july 2025 imd rain forecast ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×