scorecardresearch
Premium

Gujarat Rain : રાજ્યમાં મેહુલિયો જામ્યો, વલસાડના ઉમરગામમાં 3.58 ઇંચ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 18 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Today Gujarat heavy rain news in gujarati
ગુજરાતમાં 24 કલાકમાં પડેલો વરસાદ – photo – Social media

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવા ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. સોમવારને 18 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો છે.

18 ઓગસ્ટે આ તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 18 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામમાં 3.58 ઇંચ, સુત્રાપાડામાં 2.05 ઇંચ, નવસારીમાં 1.97 ઇંચ, સાવરકુંડલામાં 1.57 ઇંચ, વાપીમાં 1.50 ઇંચ અને જલાલપોરમાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે 6 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 31 તાલુકામાં 1 થી લઇને 17 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો – ગુજરાતમાં 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સિઝનનો કુલ 68.91 ટકા વરસાદ

18 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 70.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.88 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 69.40 ટકા, સૌરાષ્ટ્રમાં 63.93 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.98 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 18 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 255801 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 76.57% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 408284 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 73.18% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 33 છે. 59 ડેમ હાઇ એલર્ટ પર અને 28 ડેમ એલર્ટ પર છે.

Web Title: Weather update gujarat rainfall data 18 august 2025 imd rain forecast ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×