scorecardresearch
Premium

Gujarat Rain : રાજ્યમાં મેઘરાજાનું જોર ધીમું પડ્યું, ફક્ત 3 તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 15 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 3 તાલુકામાં જ 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો

Today Gujarat heavy rain news in gujarati
ગુજરાતમાં વરસાદ – photo- X @WesternIndiaWX

Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડી ગયું છે. મંગળવારને 15 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે મહિસાગરના કડાણામાં 2.09 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય નવસારીના વાંસદામાં 1.46 ઇંચ વરસાદ વરસ્યો છે.

ફક્ત 3 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 15 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 3 તાલુકામાં જ 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં મહિસાગરના કડાણામાં 2.09 ઇંચ, વાંસદામાં 1.46 ઇંચ અને દાંતામાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 34 તાલુકામાં 1 થી લઇને 21 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નલસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની ભાવના છે.

આ પણ વાંચો – કેવી રીતે ‘હોંગકોંગથી દુબઈ જઈ રહેલ’ શિપિંગ કન્ટેનર ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું

ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદનું જોર ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં ઉઘાળ નીકળવાની શક્યતા છે. માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં ફરીથી 22-23 જુલાઈની આસપાસ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. એ સમયે ફરીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે.

Web Title: Weather update gujarat rainfall data 15 july imd rain forecast ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×