Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભાકે વરસી રહ્યો છે. સોમવારને 14 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય કપરાડામાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો છે.
13 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 14 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ઉમરપાડામાં 2.24 ઇંચ, કપરાડામાં 2,20 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય વ્યારામાં 1.65 ઇંચ, સાગબારામાં 1.54 ઇંચ, નડીયાદમાં 1.50 ઇંચ, બારડોલીમાં 1.42 ઇંચ, આંકલાવમાં 1.30 ઇંચ, સોનગઢ, જાંબુઘોડામાં 1.22 ઇંચ, પારડી 1.10 ઇંચ, નવસારી અને છોટા ઉદેપુરમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 70 તાલુકામાં 1 થી લઇને 23 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – બોટાદ: ભારે વરસાદ વચ્ચે પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ; 2નાં મોત, 4નો બચાવ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો-પ્રેશર સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય એક ટ્રફની સિસ્ટમ 12 જુલાઇ સુધી ગુજરાત નજીક પહોંચતાં અમદાવાદ સહિત સમગ્ર મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 12થી 15 જુલાઇ વચ્ચે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.