scorecardresearch
Premium

Gujarat Rain : રાજ્યમાં મેઘરાજાનો નવો રાઉન્ડ, ખેરગામમાં 1.22 ઇંચ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 13 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં વરસાદ વરસ્યો છે

rain, વરસાદ
ગુજરાતમાં વરસાદ (Express photo by Gajendra Yadav)

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવા રાઉન્ડ શરુ થયો છે. વરસાદનું જોર ધીરે-ધીરે વધી રહ્યું છે. બુધવારને 13 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે. ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

49 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 13 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં 31 મીમી, ઉમરગામમાં 15 મીમી, વાપી, ગણદેવીમાં 13 મીમી, બારડોલીમાં 11 મીમી, ભેંસાણ, પારડી 10 મીમી, રાણાવાવ અને નવસારીમાં 9 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 40 તાલુકામાં 1 થી લઇને 7 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના મતે ગુજરાતમાં 14 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, પૂર્વ પશ્ચિમ મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે વરસાદની તીવ્રતા વધશે.

આ પણ વાંચો – એક લાખથી વધુ નોકરીઓ જોખમમાં, ઓર્ડર બંધ કરવા પડશે, ટ્રમ્પ ટેરિફથી સુરતના હીરા બજારને કેટલી અસર થશે?

14મી ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી તથા લોકમેળા દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.

રાજ્યમાં સિઝનનો કુલ 65 ટકા વરસાદ

13 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 65 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 65.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.62 ટકા, સૌરાષ્ટ્રમાં 56.41 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 68.95 ટકા વરસાદ વરસ્યો છે.

Web Title: Weather update gujarat rainfall data 13 august 2025 imd rain forecast ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×