scorecardresearch
Premium

BJP MLA હાર્દિક પટેલે પોતાના અંદાજમાં ઉજવ્યો 30 મો જન્મદિવસ, 207 કુપોષિત બાળકોને દત્તક, 800 પાર્ટી કાર્યકર્તાઓને પણ કરાવી ‘બલ્લે બલ્લે’

Gujarat BJP MLA Hardik patel birthday celebration : પોતાના જન્મ દિવસ પર હાર્દિક પટેલે 207 કુપોષિત બાળકોને ત્રણ મહિના માટે દત્તક લીધા છે. એટલું જ નહીં તેમણે પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે વિરમગામ શહેરમાં એક સમારોહનું આયોજન કર્યું હતું.

Hardik Patel | Hardik Patel News
હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યો (ફોટો – એક્સપ્રેસ)

ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલનો ગુરુવારે વિરમગામ શહેરમાં પોતાનો 30 મો જન્મદિવસ સેવા દિવસના રૂપમાં ઉજવ્યો હતો. તેમણે અનોખા અંદાજમાં જન્મદિવસ ઉજવવા અંગે ચર્ચામાં છે. પોતાના જન્મ દિવસ પર હાર્દિક પટેલે 207 કુપોષિત બાળકોને ત્રણ મહિના માટે દત્તક લીધા છે. એટલું જ નહીં તેમણે પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે વિરમગામ શહેરમાં એક સમારોહનું આયોજન કર્યું હતું. જ્યાં જરૂરિયાતમંદોને સામાન આપ્યો હતો.

જાણકારી પ્રમાણે જરૂરતમંદ લોકોમાં બાળકો, સિંગર પેરેન્ટ અને ખેડૂતોનો સમાવેશ થયો હતો. આ દરમિયાન વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના 80 બૂથ અધ્યક્ષોને બે લાખ રૂપિયાની જીવન વિમા પોલીસ આપી હતી. રિપોર્ટ અનુસાર આ અવસર પર 40 વિધવાઓને સિવણ મશીન અને 6 દિવ્યાંગોને ટ્રાયસિકલ આપી હતી. ધારાસભ્ય વિસ્તારમાં હાર્દિક પટેલનો જન્મદિવસ ઉજવવાનો અંદાજ ચર્ચામાં છે.

કોણ છે હાર્દિક પટેલ

હાર્દિક પટેલ પોતાની રાજકીય સફર કોંગ્રેસ પાર્ટીથી શરુ કરી હતી જોકે, ત્યારબાદ બીજેપીનો ભગવો ધારણ કરી લીધો હતો. 2015માં રિઝર્વેશન માટે પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરતા હાર્દિક પટેલ પ્રમુખતાથી ઉભર્યા હતા. તેમણે આંદોલનના ભાગ રૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિનું નેતૃત્વ કર્યું હતું. અને ગુજરાતમાં એક સમુદાયિક સામાજિક સમૂહ સરદાર પટેલ સેવા દળના સભ્ય પણ રહ્યા હતા.

ત્યારબાદ લોકસભા ચૂંટણીથી થોડા સમય પહેલા 2019માં હાર્દિક કોંગ્રેસમાં સામેલ થયા હતા. ત્યારબાદ જુલાઈ 2020માં તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. મે 2022માં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ થોડા દિવસ પછી હાર્દિકે ભાજપ જોઇન કર્યું હતું.

2022માં ચૂંટણી આયોગ માટે એફિડેવિટમાં હાર્દિક પટેલે કેટલાક ખુલાસા કર્યા હતા. જેમાં હાર્દિક પટેલ વિરુદ્ધ દેશદ્રોહના બે મામલા સહિત કુલ 20 કેસ નોંધાયેલા છે. તે સમય હાર્દિક પટેલના એફિડેવિટમાં કુલ 62.48 લાખ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી.

Web Title: Viramgam bjp mla hardik patel birthday celebration ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×