scorecardresearch
Premium

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024: અંબાણી – અદાણી, ટાટા સહિત કંપનીઓ ગુજરાતમાં કરશે કરોડોનું રોકાણ, જાણો ક્યાં કેટલું રોકાણ કરશે

Vibrant Gujarat MoU Announcement Details: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ટાટા ગ્રૂપ, મારૂતિ સુઝુકી, Nvidia સહિત ઘણી કંપનીઓએ ગુજરાતમાં કરોડોના મૂડીરોકાણની ધનવર્ષા કરી છે. ચાલો જાણીયે ગુજરાતમાં ક્યા- કઇ કંપની કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

Vibrant Gujarat Global Summit 2024 | VGGS 2024 | PM Modi In Vibrant Gujarat Summit | Vibrant Gujarat MoU Signed | Mukesh Ambani In Vibrant Gujarat | Gautam Adani In Vibrant Gujarat | India UAE MoU In Vibrant Gujarat
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ઘણા દેશોના વડાઓ અને ઉદ્યોગપતિ આવ્યા છે. (Photo – @CMOGuj)

Vibrant Gujarat Global Summit 2024 MoU Announcement Details: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવ્યું છે. ભારત સહિત વિદેશમાંથી દિગ્ગજ ઉદ્યોગપતિઓએ વાઇબ્રન્ટ સમિટમાં આવ્યા છે અને ગુજરાતમાં જંગી મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે. અદાણી ગ્રૂપ, ટાટા ગ્રૂપ, મારૂતિ સુઝુકી, Nvidia સહિત ઘણી કંપનીઓએ ગુજરાત પર કરોડ રૂપિયાના મૂડીરોકાણની ધનવર્ષા કરી છે. ચાલો જાણીયે ગુજરાતમાં ક્યા- કઇ કંપની કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

ટાટા ગ્રૂપ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે (Tata Group Vibrant Gujarat)

ટાટા ગ્રૂપ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન સ્થાપશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ગુજરાતમાં ધોલેરા ખાતે એક વિશાળ સેમિકન્ડક્ટર ફેબ (ફેબ્રિકેશન ફેબિલિટી (ફેબ) બનાવવાની જાહેરાત કરી છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની કામગીરી વર્ષ 2024માં શરૂ કરે તેવી અપેક્ષા છે. ટાટા ગ્રૂપના આ પ્લાન્ટ માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. જો કે ટાટા ગ્રૂપ આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે કેટલું મૂડીરોકાણ કરશે તેનો ખુલાસો કર્યો નથી.

ગૌતમ અદાણી ગુજરાતમાં જંગી રોકાણ કરશે (Gautam Adani Vibrant Gujarat)

ભારતના બીજા ક્રમના અબજોપતિ અને ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ્યમાં અબજ ડોલરનું રોકાણ કરવાની ઘોષણા કરી છે. વાઇબ્રન્ટ ગુજરાતને સંબોધિત કરતા ગૌતમ અદાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા (24 અબજ ડોલર)નું જંગી રોકાણની જાહેરાત કરી હતી . આ મૂડીરોકાણથી રાજ્યમાં 100,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરીને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નોંધનિય છે કે, અદાણી ગ્રૂપ 30 ગીગાવોટનું વીજ ઉત્પાદન કરતો વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક” વિકસાવી રહ્યું છે.

મારુતિ સુઝુકીનો ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપશે (Maruti Suzuki Vibrant Gujarat)

ભારતની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગુજરાતમાં 350 અબજ રૂપિયા (4.2 અબજ ડોલર)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. મારૂતિ સુઝુકીના આ મૂડીરોકાણમાં બીજા કાર પ્લાન્ટનું નિર્માણ અને હાલની પ્રોડક્શન ફેસેલિટીમાં નવી ઉત્પાદન લાઇન ઉમેરવાનો સમાવેશ થાય છે, આ સાથે વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 20 લાખ વાહનો સુધી પહોંચશે.

સિમટેક – માઈક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રોકાણ કરશે

દક્ષિણ કોરિયાની સેમિકન્ડક્ટર પાર્ટસ બનાવતી કંપની સિમટેક હવે માઈક્રોન સાથે સહયોગ કરીને ગુજરાતમાં જંગી રોકાણ માટે તૈયારી દર્શાવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઉચ્ચ-કુશળ પ્રતિભાઓ માટે નોકરીની તકો ઊભી કરવાનો છે, જે ભારતની વધતી જતી સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં યોગદાન આપે છે.

PM modi | Vibran Gujarat summit 2024
પીએમ મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024ના ઉદ્ઘાટન પ્રસંગે સ્મારક સિક્કો, સ્ટેમ્પ બહાર પાડ્યાં હતા (તસવીર – બીજેપી ગુજરાત ટ્વિટર સ્ક્રીનગ્રેબ)

Nvidiaનું ગુજરાતના ગિફ્ટ સિટીમાં AI ડેટા સેન્ટર બનાવશે (Nvidia Vibrant Gujarat)

ગ્લોબલ કોમ્પ્યુટીંગ મેજર Nvidiaએ ઘોષણા કરી છે કે, તેના ભાગીદાર યોટા માર્ચના અંત પહેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી ( ગિફ્ટ સિટી )માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેટા સેન્ટર શરૂ કરવા માટે તૈયાર છે. આ ડેટા સેન્ટર ટાટા ગ્રૂપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ડેટા સેન્ટરો સ્થાપવા માટે Nvidiaના સહયોગનો એક ભાગ છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારત-યુએઈ વચ્ચે એમઓયુ (India UAE MoU In Vibrant Gujarat)

ભારત અને યુએઇ એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઘણા બધા મેમોરેન્ડમ્સ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા, જેમાં રિન્યુએબલ એનર્જી, નવીન હેલ્થકેર પ્રોજેક્ટ્સ અને ફૂડ પાર્ક ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવાનો છે.

હજીરામાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલનો સ્ટીલ પ્લાન્ટ (ArcelorMittal Nippon Vibrant Gujarat)

ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાતના હજારી સાથે સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની ઘોષણા કરી છે. લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. 2.4 કરોડ ટન ક્રૂડ સ્ટીલની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ 2029 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.

ડીપી વર્લ્ડ ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ ઉભું કરશે ( DP World Vibrant Gujarat)

વૈશ્વિક લોજિસ્ટિક્સ ફર્મ ડીપી વર્લ્ડે ભારતમાં વધુ રોકાણો માટે પ્રતિબદ્ધતા દર્શાવતા ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ બનાવવાની યોજના જાહેર કરી. કંપનીએ ભારતીય માલસામાનની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને સતત સમર્થન આપવા પર ભાર મૂક્યો હતો.

મુકેશ અંબાણીની રિલાયન્સ હજીરામાં કાર્બન ફાઈબર ફેસેલિટી સ્થાપશે (Reliance Vibrant Gujarat)

મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના હજીરા ખાતે ભારતની પ્રથમ વિશ્વ કક્ષાની કાર્બન ફાઈબર ફેસેલિટી સ્થાપશે. આ ફેસેલિટી રિલાયન્સની ગ્રીન ગ્રોથ પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી દ્વારા તેની અડધી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાના ગુજરાતના લક્ષ્યમાં યોગદાન આપે છે.

પેટીએમ ગિફ્ટ સિટીમાં 100 કરોડનું રોકાણ કરશે (PayTm Vibrant Gujarat)

ગુજરાતના ગિફ્ટ સિટીમાં ફિનટેક ફર્મ Paytm આવી રહી છે. પેટીએમની પેરન્ટ કંપની One97 Communications Limited એ ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ બનાવવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં 100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. Paytmનો હેતુ ગિફ્ટ સિટીને ક્રોસ બોર્ડર એક્ટિવિટી માટે ઇનોવેશન હબ તરીકે ઉભું કરવાનો અને ક્રોસ બોર્ડર રેમિટન્સમાં ઘર્ષણ ઘટાડવાનો છે.

Vibrant Gujarat Global Summit 2024 | Vibrant Summit 2024 | VGGS 2024 | VGGS participant countries | VGGS VVIPS | Gujarat Government
ગુજરાતના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાશે. (Photo – @thetanmay_)

ONGC વિદેશ GIFT સિટીમાં ગ્લોબલ ટ્રેઝરી સેન્ટર શરૂ કર્યું (ONGC Videsh Vibrant Gujarat)

ઓએનજીસી વિદેશ લિમિટેડ (OVL) એ ગુજરાતમાં એ ગિફ્ટ સિટી ખાતે સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઓવીએલ ઓવરસીઝ આઇએફએસસી લિમિટેડ (OOIL)ની સ્થાપના કરી છે. ગિફ્ટ સિટીમાં સ્થાપિત આ કંપની ઓવીએલ અને તેની 25 પેટાકંપનીઓ (સ્ટેપ-ડાઉન સબસિડિયરીઝ સહિત)ની ટ્રેઝરી પ્રવૃત્તિઓ હાથ ધરશે. ગિફ્ટ સિટીમાં બિઝનેસ-ફ્રેન્ડલી નિયમનકારી વાતાવરણને જોતાં (OOIL) વિવિધ દેશોમાં ઉપલબ્ધ ભંડોળનું કાર્યક્ષમ રીતે કોન્સોલિડેશન કરે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત, વિદેશી અસ્કામતોમાંથી વર્ષ 2040 સુધીમાં 40 મિલિયન મેટ્રિક ટન ઓઇલ અને ઓઇલ સમકક્ષ (MMToe) ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ કરવા જરૂરી વધારાનું ભંડોળ ઊભું કરી શકશે .

મેરિલ ગ્રૂપ નવું 910 કરોડનું રોકાણ કરશે (Meril Group Vibrant Gujarat)

મેડિકલ ડિવાઇસ ફર્મ મેરિલ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં નવા પ્લાન્ટ સ્થાપવા અને વિસ્તરણ માટે જંગી મૂડોરાકણ કરવાની ઘોષણા કરી છે. મેરિલ ગ્રૂપે કુલ 910 કરોડ રૂપિયાનું રોકાણ કરવાન ઘોષણ કરી છે. જેમાં મેરિલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ 210 કરોડના રોકાણ સાથે વાપીમાં પ્લાન્ટ સ્થાપશે. તો માઇક્રો લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વાપીમાં સ્થાપવા 480 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

વાઇબ્રન્ટ ગુજરાતના 3 મહત્વના સમાચાર

વાઇબ્રન્ટ ગુજરાત 2024ની પહેલા રાજ્યમાં ₹ 23 લાખ કરોડના એમએયુ થયા, જાણો ક્યા સેક્ટરમાં કેટલું રોકાણ થશે

વાઇબ્રન્ટ ગુજરાતમાં PM મોદીએ કહ્યું – તમારા સપના મોદીનો સંકલ્પ છે, પીએમના સંબોધનની 10 ખાસ વાતો

વાઈબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણી : ‘મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે, 7 કરોડ ગુજરાતીઓના સપના થશે સાકાર’

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ 3320 કરોડનું રોકાણ કરશે (APM Terminals Pipavav Vibrant Gujarat)

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે સંપૂર્ણ ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમ વિકસાવવા અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા બે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા. આ એમઓયુ હેઠળ રાજ્યમાં વિકાસ, ગ્રીન હાઇડ્રોજન સુવિધાઓ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જેવી પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડે પીપાવાવ પોર્ટ પર લિક્વિડ બર્થ, કન્ટેનર બર્થ અને યાર્ડ, કન્ટેનર હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ અને મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નિર્માણ માટે જરૂરી પરવાનગીઓ આપવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા. જેની પાછળ અંદાજે 3,320 કરોડનું રોકાણ કરવામાં આવી શકે છે. આમ માળખાકીય વિકાસથી નવી નોકરીઓનું સર્જન અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે.

Web Title: Vibrant gujarat global summit 2024 mou signed mukesh ambani gauram adani tata group all mou announcement details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×