Vibrant Gujarat Global Summit 2024 MoU Signed Details: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભારત સહિત વિદેશની કંપનીઓ દ્વારા ગુજરાતમાં લાખો કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધિત કરતા કહ્યુ કે, રાજ્યમાં વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા 50 ટકાથી વધુ એમઓયુ ગ્રીન સેક્ટરમાં થયા છે.
વાઇબ્રન્ટ ગુજરાત અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે – સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel In Vibrant Gujarat)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે વાતને વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની VGGS-24માં વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે.
તેમણે ઉમેર્યું કે, સમિટની બે દશકની સફળતાએ આ સમિટને નોલેજ શેરિંગ તથા નેટવર્કિંગ માટેનો સન્માનિત મંચ બનાવી દિધો છે એટલું જ નહીં વડાપ્રધાનએ ૨૦૦૩માં આપેલા મંત્ર ‘ગુજરાત કેન એન્ડ ગુજરાત વિલ’ને પણ વૈશ્વિક વિકાસથી આપણે સાકાર કર્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ છે અને વડાપ્રધાનએ આપેલી વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર અને એમ.એસ.એમ.ઈ. તથા સ્કિલ ડેવલપમેન્ટ પર આ આ સમિટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આ સંદર્ભે જણાવ્યું કે, આ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત થઈ રહેલા એમઓયુમાંથી 50 ટકા એમઓયુ ગ્રીન MoU છે. આ એમઓયુ પર્યાવરણની રક્ષાની અને કલાઈમેટ ચેન્જ સામે લડવાની ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત પર કરોડોના રોકાણની ધનવર્ષા, જાણો કઇ કંપની ક્યાં અને કેટલું રોકાણ કરશે
વાઇબ્રન્ટ ગુજરાતમાં 34 પાર્ટનર કંટ્રી અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવ્યા
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી 34 પાર્ટનર કંટ્રી ઔર 16 પાર્ટનર ઑર્ગનાઇઝેશન્સના પ્રતિનિધિઓ તથા 130થી વધુ દેશોંના ડેલિગેટ્સ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ કોમ્યુનિટીના ચેયર પરસન્સ, સીઈઓ તથા સિનિયર રિપ્રેઝેન્ટેટિવ્ઝ ઉપસ્થિત રહેશે.