Weather Update 17 August: પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારા પર એક નવું નીચું દબાણ ક્ષેત્ર રચાઈ રહ્યું છે અને આગામી 24 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. 17-19 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, ઘાટ વિસ્તારોમાં, 19-20 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ, 17-18 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર છૂટાછવાયા સ્થળોએ, 18 તારીખે ઓડિશા અને તેલંગાણામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ભારતની વાત કરીએ તો 17-19 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, ઘાટ વિસ્તારોમાં, 19 અને 20 ઓગસ્ટે ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 17-21 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, 17-20 ઓગસ્ટ દરમિયાન કોંકણ, ગોવા, 17 અને 18 ઓગસ્ટના રોજ મરાઠવાડામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો 17-18 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 17મીએ તમિલનાડુમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. 17-20 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, આંતરિક કર્ણાટક, 17 અને 18 ઓગસ્ટના રોજ રાયલસીમા 17-19 ઓગસ્ટ દરમિયાન તેલંગાણા, 17-21 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક, 18-20 ઓગસ્ટ દરમિયાન કેરળ, માહેમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર-પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે 17-19 ઓગસ્ટ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.