Vadodara Harni Boat Accident, Today News Updates: વડોદારવાસીઓ માટે ગુરુવારનો દિવસ કાળો બની ગયો હતો. વડોદરામાં આવેલા હરણી તળાવમાં એક ગોઝારી ઘટના બની હતી. આ ગોઝારી ઘટનાએ મોરબી પુલ દુર્ઘટનાની યાદ અપાવી દીધી હતી. ધ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમ હરણી તળાવના પ્રવાસે ગઈ હતી. તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 17 જિંદગી હોમાઈ છે. શરુઆતમાં 13 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. જોકે આજે શુક્રવારે મૃત્યુઆંક વધીને 17 થયો હતો. આ ઉપરાંત સનરાઇઝ સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ આ કેસમાં મોટો ખુલાસોએ થયો છે કે બિન અનુભવી કંપનીને બોટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
હરણી બોટ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની કરુણાંતિકાનો મૃતકાંક હવે 17 પર પહોંચી ગયો છે. વધુ બે બાળકોના મોત બાદ અત્યાર સુધીમાં 15 માસુમ બાળકો અને 2 મહિલા શિક્ષકોને કાળ ભરખી ગયો છે. આનંદ ઉલ્લાસ કરવા ગયેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ દુર્ઘટનાનો શિકાર બનતા મોટી કરુણાંતિકા ઘટી હતી.
આ પણ વાંચોઃ- વડોદરા બોટ દુર્ઘટનામાં 15 ના મોત, મૃતકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી
બિન અનુભવી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો
મળતી માહિતી પ્રમાણે વડોદરા હરણી બોટ અકસ્માતમાં મેજીસ્ટ્રેટને તપાસ સોંપાવના નિર્ણય બાદ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. આ દુર્ઘટનામાં ચોંકાવનારો મોટો ખુલાસો થયો છે. હરણી તળાવમાં બોટ ફેરવવા માટે બોટિંગ કોન્ટ્રાક્ટ એક બિન અનુભવી કંપનીને જ આપી દેવાયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે કોટિયા ફૂડ પ્રા.લિમિટેડ નામની એક ફૂડ કંપનીને જ બોટિંગનો પણ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. કોટિયા કંપની જ અહીં ફૂડનો કોન્ટ્રાક્ટ પણ સંભાળતી હતી.
આ પણ વાંચોઃ- Today Weather updates : કાતિલ શીતલહેરથી ઉત્તર ભારત ધ્રૂજી ઉઠ્યું, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
કંપનીના ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ
માહિતી અનુસાર હરણી બોટ દુર્ઘટનાના પગલે તંત્રએ તાત્કાલિક પગલાં લેતાં કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. એવી પણ માહિતી છે કે બિનિત કોટિયા રાજકીય રીતે વગદાર માણસ છે અને તેના કારણે જ તેની કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
હરણી બોટ દુર્ઘટનાએ મોરબી પુલ ગોઝારી ઘટનાને તાજી કરી
ગુરુવારે વડોદરામાં હરણી તળાવમાં સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક મનાવવા માટે ગયા હતા. બોટિંગની મજા માણવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 27 લોકો બોટ પર સવાર થઈને તળાવમાં ગસ્ત લગાવી રહ્યા હતા ત્યારે અચાનક જ બોટ પલટી ગઈ હતી અને તમામ ડૂબ્યા હતા. જોકે, અત્યાર સુધીમાં 17 લોકોના મોત નીપજ્યા છે. જોકે, આ ઘટનાએ થોડા મહિનાઓ પહેલા મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાને તાજી કરી દીધી હતી. મોરબીમાં ઝુલતો પુલ વધારે મુલાકાતીઓની વધારે સંખ્યા અને તંત્રની બેદરકારીના પગલે તૂટીને નદીમાં સમાયો હતો. આ દુર્ઘટના પણ 100 કરતા વધારે લોકોના મોતથી મોરબી સહિત સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું.