Vadodara Cyber Crime : ગુજરાતના વડોદરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બોસને બધાની સામે મહિલા કર્મચારીને ઠપકો આપવો અને તેની મજાક ઉડાવવી ભારે પડી ગઈ છે. મહિલાએ કંપની છોડી દીધી પરંતુ બોસને પાઠ ભણાવવા મક્કમ બની હતી. નોકરી છોડ્યા પછી, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના બોસને હનીટ્રેપ કર્યો અને પછી તેનું જીવન દયનીય બનાવી દીધું. તેણે આ ઘટનાને અંજામ આપવા માટે એક પૂર્વ કર્મચારી સાથે હાથ મિલાવ્યા અને પછી કાવતરાના ભાગરૂપે તેણે બોસને એક પછી એક અનેક ઝટકા આપયા. સોફ્ટવેર કંપનીના બોસની લગભગ ત્રણ મહિના સુધી સતત હેરાનગતિ થતી રહી. અંતે, જ્યારે તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, ત્યારે તેણે પોલીસનો સંપર્ક કર્યો.
બોસનુ હનીટ્રેપ અને નગ્ન તસવીરો વાયરલ થઈ
ઉલ્લેખનીય છે કે, મહિલાએ બોસને પાઠ ભણાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા બોસને હનીટ્રેપ કર્યા. આ પછી બોસે મહિલાને તેની નગ્ન તસવીરો મોકલી હતી. આ પછી મહિલાએ તે તસવીરો દ્વારા બોસનું જીવવું હરામ કરી દીધું હતું. મહિલાએ તેના નગ્ન ફોટા બોસના નજીકના સંબંધીઓ, તેની પત્ની અને કંપનીના એચઆરને પણ મોકલ્યા હતા. રિપોર્ટ અનુસાર, તે સોફ્ટવેર કંપનીની પ્રમોટર હતી. તેના બોસના વર્તનથી કંટાળીને તેણે નોકરી છોડી દીધી ગતી. તે તેના બોસનું અપમાન કરવાની આદતથી કંટાળી ગઈ હતી.
નોકરી છોડ્યા પછી, પ્રીતિ અને અનીશ (નામ બદલ્યું છે) હાથ મિલાવે છે અને બોસને હનીટ્રેપ કરીને અને તેને બ્લેકમેલ કરીને બદલો લેવાનું નક્કી કરે છે. બંનેના હાથે ભોગ બનનાર સમીર ગુપ્તા (નામ બદલેલ છે) એ અંતે કંટાળી સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી. આ પછી પોલીસે પ્રીતિ અને અનીશને ટ્રેસ કર્યા. તેમણે ગુપ્તા પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ગુપ્તા ઘણીવાર બધાની સામે તેની મજાક ઉડાવતા હતા. આ પછી જ પ્રીતિએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. પ્રીતિ નક્કી કરે છે કે, તે ગુપ્તાનુ જીવન નરક બનાવી દેશે. તેણી અને અનીશે સાથે મળીને નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું અને પછી ચેટ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો – Criminal Law Bill : નવા કાયદામાં શું છે? કયા ગુના ઉમેરાયા, કઈ કલમો હટાવાઈ, શું ફેરફાર થયો? જાણો બધુ
તે ઘણીવાર ગુપ્તાનો પીછો પણ કરતા હતા. પ્રતિએ બાદમાં સોશિયલ એકાઉન્ટ દ્વારા એડલ્ટ મેસેજ મોકલવાનું શરૂ કર્યું. ગુપ્તાને લાગ્યું કે, સામેથી કોઈ મહિલા તેની સાથે ચેટ કરી રહી છે. પ્રતિએ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલા કેટલાક નગ્ન ફોટા બોસને મોકલ્યા અને ગુપ્તાને તેના નગ્ન ફોટા મોકલવા મનાવી લીધા. ગુપ્તા તેમની જાળમાં ફસાઈ ગયા અને ઈન્સ્ટા પર પોતાની નગ્ન તસવીરો તેને શેર કરી. આ પછી બંનેએ ગુપ્તાને કોઈ મેસેજ કર્યો ન હતો અને તેની નગ્ન તસવીરો ઈમેલ પર વાયરલ કરી હતી. તેણે ગુપ્તાના ફોટોગ્રાફ્સ HR, તેની પત્ની અને નજીકના સંબંધીઓ અને મિત્રોને મોકલ્યા. આટલું જ નહીં, તેમણે ગુપ્તાએ મોકલેલા એડલ્ટ મેસેજ પણ બધાને વાયરલ કર્યા. તેણે ફોટોગ્રાફ્સના પ્રિન્ટઆઉટ લીધા અને ગુપ્તાની ઓફિસમાં પણ બધાને મોકલ્યા. પોલીસનું કહેવું છે કે, આ કોર્પોરેટ હરીફાઈનો મામલો હતો. અમે જરૂરી પગલાં લીધાં છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.