scorecardresearch
Premium

Vadodara school bomb threat : વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂં

bomb threat in Vadodara : વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

vadodara school bomb threat
બોમ્બની ધમકી મળ્યા બાદ સર્ચ કરતી પોલીસની ટીમ – Express photo by bhupendra rana

Vadodara school bomb threat news : વડોદરા શહેરમાં બોમ્બથી સ્કૂલને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે શુક્રવારે વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે.

સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ

બોમ્બની શોધમાં ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર નીકાળ્યા છે. સાથે સાથે સ્કૂલનો સ્ટાફ પણ ભયમાં જોવા મળ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ સ્કૂલોને ધમકી

ઉલ્લેખનીય છે કે વડોદરા શહરેમાં છેલ્લા 12 દિવસમાં શહેરની ત્રણ અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યા છે.આ પહેલા શહેરની નવરચના સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યાના સતત બીજા દિવસે વડોદરાની વધુ એક રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Web Title: Vadodara city bomb threat another school today big breaking news ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×