અદિતી રાજા : લગભગ બે અઠવાડિયા પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ શહેરના સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયના બે છેડાને જોડતા એક સદી જૂના ટ્રસ બ્રિજને બંધ કરી દીધો હતો. બ્રિજને બંધ કરવાનો નિર્ણય હાલમાં બનેલી એક ઘટના પછી સ્ટ્રક્ચરલ ઓડિટ પછી આવ્યો છે, જેમાં શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં સ્ટોર્મ વોટર ડ્રેઇન પરનોએક બ્રિજ ભારે વરસાદ દરમિયાન ધોવાઈ ગયો હતો.
મોટરેબલ ટ્રસ બ્રિજનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ III ના યુગ દરમિયાન કરવામાં આવ્યું હતું, જ્યારે 113 એકરનો આઇકોનિક સયાજી બાગ બગીચો – જે કમાટીબાગ તરીકે જાણીતો છે. 1879માં શહેરને સમર્પિત કરવામાં આવ્યો હતો. એક છેડો જ્યાં ટ્રસ બ્રિજ જોડાયેલ છે, જે ગાયકવાડી યુગની વિશિષ્ઠ અલંકૃત છત્રીઓથી સુશોભિત છે જે મહારાજા સયાજીરાવ III ના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલી મોટાભાગની ઇમારતોમાં સામાન્ય વિશેષતા છે. જ્યાં વોક-થ્રુ એવરી સ્થિત છે ત્યાંથી પુલ મુલાકાતીઓને મોટી બિલાડીઓ, વાંદરાઓ અને હિપ્પોપોટેમસના ઘેરામાં લઈ જાય છે.
વડોદરાના 40 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે આ પુલ બાળપણની યાદો તાજી કરે છે, જ્યારે ફતેગંજથી કારેલીબાગને જોડતો હયાત નરહરિ હોસ્પિટલ સિટી રોડ અસ્તિત્વમાં ન હતો. વીએમસીના ભૂતપૂર્વ ટૂરિસ્ટ ઓફિસર રાજેન્દ્ર શાહ, જેમનું કાર્યાલય સયાજી બાગમાં હતું તેઓ કહે છે કે આ બ્રિજનો કોઈ લેખિત ઇતિહાસ કે તારીખ નથી, પરંતુ અમારું માનવું છે કે આ બગીચો બનાવવામાં આવ્યો ત્યારથી તે છે કારણ કે વિશ્વામિત્રીની પારના બે છેડાને જોડવાનો આ એકમાત્ર રસ્તો હતો.

તેમણે કહ્યું કે તે બગીચા જેટલો જ જૂનો હોવો જોઈએ. અમે નાના હતા ત્યારે આ શહેરનો મોટર યોગ્ય રસ્તો હતો કારણ કે વાહનોની અવરજવર સયાજી બાગના ગેટ નંબર 2 થી થઈને ફતેગંજથી કરેલીબાગ સુધીના પુલ સુધી જતા હતા. પાછળથી તે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો કારણ કે નગર નિગમે એક રસ્તો બનાવ્યો હતો અને એવું માનવામાં આવ્યું હતું કે બગીચાથી અવરજવર સારો વિચાર નથી.
આ પણ વાંચો – સી.આર. પાટીલ સહિત નેતાઓને બદનામ કરતી પત્રિકા મામલો: ગણપત વસાવાના PA સહિત ત્રણની ધરપકડ, શું છે મામલો?
હાલના વર્ષોમાં આ પુલ ટુ-વ્હીલર્સ વાહનો કે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ દ્વારા પ્રાણીઓના વાડા સુધી ભોજપ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. પુલ બંધ થવાનો અર્થ એ થયો કે પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓએ 2016માં બાંધવામાં આવેલા પ્રતિષ્ઠિત ઝુલતા પુલ (સસ્પેન્શન બ્રિજ) થઈને સયાજી બાગના બગીચામાંથી પસાર થઈને એક કિલોમીટર વધારે ચાલવું પડશે. ટ્રસ બ્રિજ બંધ થયા પછી પ્રાણી સંગ્રહાલયના કેરટેકર્સ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.
રાહદારીઓ માટેનો પુલ જેનો પોતાના ઇતિહાસ છે
રાહદારીઓ માટે 4.75 મીટર લાંબો કેબલ સસ્પેન્શન બ્રિજ, જે વર્તમાનમાં સયાજી બાગ અને પ્રાણી સંગ્રહાલયના પરિસરમાં બંધ પડેલા ટ્રસ બ્રિજના વૈકલ્પિક માર્ગના રૂપમાં કામ કરે છે, તેનો પણ રસપ્રદ ઇતિહાસ છે. મૂળ ભવ્ય સસ્પેન્શન બ્રિજ 1879માં બનાવવામાં આવ્યો હતો. આ વિશ્વામિત્રી નદી પર ફેલાયેલો હતો, જે ઉદ્યાનમાંથી પસાર થઇને વળાંકવાળા રસ્તે વહેતી હતી અને તેમાં સમયની સૌથી આધુનિક યુરોપિયન બાંધકામ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ પુલને આંશિક રીતે નુકસાન થયું હતું અને તે માત્ર 1964 સુધી જ ઉભો રહ્યો હતો જ્યારે તે એક ઉત્સવ દરમિયાન ઓવરલોડને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો.

વર્ષ 2013માં વીએમસીએ નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરના ડીન ગુરદેવ સિંહ અને INTACH ના સહ-સંયોજક સંજીવ જોશીની હલકા વજનવાળી પદ્ધતિઓ સાથે પર્યાવરણની દ્રષ્ટીથી ટકાઉ વાસ્તુકલાની ડિઝાઇન પદ્ધતિઓ માટે એક સમાન પ્રતિષ્ઠિત સસ્પેન્શન બ્રિજ બનાવવાની કુશળતા માંગી હતી.
કમાટીબાગમાં નવા પુલની ડિઝાઇન બગીચામાં બનેલા મૂળ પરંપરાગત ટેન્શન બ્રિજ મુજબ છે, જોકે તેમાં સમકાલીન ટેકનોલોજી અને નવીનતાનો સમાવેશ થાય છે. પુલ પરના દરેક બિંદુ પરનું સેન્સર ભાર બતાવી શકે છે અને કંટ્રોલ રૂમને હળવો પુલ બનાવી રાખવામાં મદદ કરી શકે છે. વીએમસીએ કંપનીને પ્રોજેક્ટ હાથ ધરવાની દરખાસ્ત રજૂ કર્યા બાદ બ્રિજનો કોન્ટ્રાક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ એલ એન્ડ ટીને સોંપવામાં આવ્યો હતો.
જોકે નગર નિગમે હવે ટ્રસ બ્રિજ બંધ કરી દીધો છે પરંતુ એવું લાગે છે કે આગળની કાર્યવાહી અંગે તે અનિર્ણિત છે.મેયર નિલેશ રાઠોડે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે હોદ્દેદારો મળશે અને નિર્ણય લેશે. તેઓ કહે છે પ્રાણી સંગ્રહાલયને જોડતા પુલના સમારકામ અંગે નિર્ણય લેવા માટે સંબંધિત વિભાગો તેમજ હિતધારક ટૂંક સમયમાં એકત્રિત થશે. જો શક્ય હોય તો અમે નવો પુલ બનાવવા વિશે નિર્ણય લઈ શકીએ છીએ.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો