scorecardresearch
Premium

Rathyatra 2023 : રથયાત્રાની સુરક્ષામાં 3D મેપિંગનો ઉપોયગ, શું છે 3D મેપિંગ? કેવી રીતે કામ કરે છે, કેવા છે ફાયદા?

Rathyatra 2023 in Ahmedabad, 3D mapping : આ રથયાત્રાની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે અમદાવાદ પોલીસે આ વખતે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. રથયાત્રામાં સૌ પ્રથમ વખત થ્રીડી મેપિંગનો ઉપયોગ કરવામાં આવશે. ચાલો જાણીએ કે થ્રીડી મેપિંગ વિશેની તમામ માહિતી. અને અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં રથયાત્રામાં થ્રીડી મેપિંગનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે.

Rathyatra 2023 in Ahmedabad, 3D mapping, what is 3D mapping
રથયાત્રા ફાઇલ તસવીર

Rathyatra 2023 in Ahmedabad, 3D mapping : અમદાવાદ શહેરમાં 20 જૂન 2023ના મંગળવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા 146 વર્ષે પણ યથાવત રહેશે. આ વખતે 146મી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળશે. જોકે, આ રથયાત્રાની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે અમદાવાદ પોલીસે આ વખતે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. રથયાત્રામાં સૌ પ્રથમ વખત થ્રીડી મેપિંગનો ઉપયોગ કરવામાં આવશે. ચાલો જાણીએ કે થ્રીડી મેપિંગ વિશેની તમામ માહિતી. અને અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં રથયાત્રામાં થ્રીડી મેપિંગનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે.

3D મેપિંગ શું છે?

3D મેપિંગનો અર્થ છે કે વસ્તુઓને વાસ્તવિક દુનિયામાં મેપ કરવા માટે ત્રણ આયામોમાં વસ્તુઓની રુપરેખા બનાવવી. મતલબ 3D મેપિંગમાં વસ્તુઓને ત્રિવિમીય રૂપ આપવાનું હોય છે. જેથી કોઇપણ વસ્તુનું વાસ્તવિક દ્રશ્ય સ્વરૂપ જાણી શકાય.

3D મેપિંગનો લાભ

3D મેપિંગ એક સૌથી સારો લાભ છે કે આ વિઝ્યુલાઇજેશન અને જાણકારી એકત્ર વા માટે નવીનતમ ટેક્નોલોજી દ્વારા માહિતીઓ પ્રદાન કરે છે. વસ્તુ-ક્ષેત્રના અધ્યયન માટે 3D નકશા ઉપલબ્ધ થવાથી જ્ઞાન દશ્ય માનવચિત્રણ સરળ થાય છે. એક 3D નકશો એક સ્થાનનું વાસ્તવિક દ્રશ્ય પ્રદાન કરે છે. જેનો ઉપયોગ સ્થાનિક અધિકારીઓ અને યોજનાઓ દ્વારા કરવામાં આવી શકે છે. નિર્માણ ક્ષેત્ર માટે 3D મેપ એટલો જ ઉપયોગી છે જેટલો બ્લૂપ્રિંટ. 3D માનચિત્ર પર યોજનાઓની કલ્પના કરવી અને નિર્માણ દરમિયાન થનારી સંભાવિત અડચણોની ઓળખ કરવી ખુબ જ સરળ બની જાય છે.

આ પણ વાંચોઃ- રથયાત્રાની તડામાર તૈયારી, અમદાવાદમાં સૌ પ્રથમવાર 3 ડી મેપિંગ ટેકનોલોજીથી વોચ રખાશે

જ્યારે તમારી સામે 3D નકશો હોય છે તો તમે અસીમિત કલ્પનાની દુનિયામાં પ્રવેશ કરો છો. જ્યાં તમારી અંતિમ આઉટપુટથી પહેલા અનેક દ્રશ્ય પ્રભાવોની સાથે પ્રયોગ કરી શકાય છે. વિમાનની સ્થિતિ નિર્ધારિત કરવાથી લઇને પ્રક્ષેપણ માનચિત્રણની સાથે તમારા કાર્યક્રમને ખાસ બનાવવા સુધી 3D મેપિંગ એક જાદુઈ આંખની જેમ કામ કરે છે.

3D નકશો કેવી રીતે તૈયાર થાય છે?

3D મેપિંગને પ્રોજેક્શન મેપિંગ અથવા વીડિયો મેપિંગ પણ કહેવાય છે. 3D મેપિંગને સ્થાનિક સંવર્ધિત વાસ્તવિકતા (Spatial Augmented Reality) પણ કહેવાય છે. પ્રોજેક્શન મેપિંગ માટે એક એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેના સ્તરને ડાયનેમિક વિઝ્યુઅલ ડિસ્પ્લેમાં ફેરવી દે છે. જોકે, અનેક પ્રકારે પ્રભવ પેદા કરી શકે છે. પરંતુ કેટલાક કમ્પ્યુટર એનિમેશનની સાથે 2D અથવા 3D ડેટાનું સંયોજન જરૂરી ડિટેલ્સને ઉજાગર કરી શકે છે.

આ પણ વાંચોઃ- Rathyatra 2023 : અમદાવાદમાં મંગળવારે રણછોડરાય નીકળશે નગરચર્ચાએ, AMTS અને BRTS બસોના રૂટમાં થયા ફેરફાર, અહીં વાંચો

3D મેપિંગનો ઉપયોગ

  • ભૂમિ પ્રબંધન
  • કાર્ટોગ્રાફી
  • શહેરી નિયોજન
  • સટીક ક્ષેત્ર માપવા
  • ભંડારણમાં સામાન અથવા માલની માત્રા માપવા માટે

રથયાત્રા રૂટના 2.50 કરોડથી વધારે ફોટોગ્રાફ ક્લિક કરાયા

અમદાવાદ શહેરમાં નીકળનારી 146મી રથયાત્રાની સુરક્ષામાં થ્રીડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે રથયાત્રા રૂટનો થ્રીડી મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે અનંત નેશનલ યુનિવર્સિટીની ડિઝાઈન સ્કૂલના એક્સપર્ટ્સ દ્વારા લિડઆર ટેક્નોલોજીની મદદથી રથયાત્રા રૂટના 2.50 કરોડથી વધારે ફોટોગ્રાફ ક્લિક કરીને એક પછી એક ફ્રેમ વાઇઝ ગોઠવી 3D મેપિંગ મોડલ તૈયાર કર્યું છે.

કેવી રીતે થશે 3D મેપિંગ થકી રથયાત્રાનું મોનિટરિંગ

સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીયાના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષા માટે ખાસ 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપોયગ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટેક્નોલોજીની મદદથી રથયાત્રાની દરેક મૂવમેન્ટ પર સચોટ નજર રાખી શકાશે. રથયાત્રા ઉપર 3D મેપિંગ થકી મોનિટરિંગ કરવા માટે 3 ટેક્નીકલ એક્સપર્ટ, સાઇબર ક્રાઇમના 1 પીઆઈ, 2 સ્ટાફ જવાન અને કંટ્રોલરૂમના 3 જવાન સાથે રહેશે. જે ખાસ ગીચતા, શંકાસ્પદ લોકોની મૂવમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ અને મેડિકલ રિસ્પોન્સ સહિતની વસ્તુઓ ઉપર ખાસ નજર રાખશે.

Web Title: Use of 3d mapping technology for security of ratha yatra konw about it

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×