scorecardresearch
Premium

ગુજરાત માટે IMD ની ચેતવણી, આ અઠવાડિયે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરનો સમાવેશ થાય છે, તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat Thunderstorms, IMD, Unseasonal rains South Gujarat,
22 થી 25 મે દરમિયાન, IMD એ રાજ્ય માટે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. (પ્રતિકાત્મક તસવીર: Canva)

Gujarat Weather Update: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર હવાનું સાયકલોનિક સર્ક્યુલેસન વિકસિત થયું છે, જેના કારણે આ અઠવાડિયે ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ફરી એક વાર અનુભવ થવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરનો સમાવેશ થાય છે, તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ – ભરૂચ, સુરત , ડાંગ, નવસારી, વલસાડ અને તાપી – તેમજ વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા પણ પ્રભાવિત થવાની સંભાવના છે. સોમવાર અને મંગળવારે રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

22 થી 25 મે દરમિયાન, IMD એ રાજ્ય માટે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. 22 મે ની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા અને સપાટી પર 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

23 મેના રોજ પણ આવું જ હવામાન રહેવાની ધારણા છે, સપાટી પર પવન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આનાથી સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ પ્રભાવિત થશે.

આ પણ વાંચો: સુરતમાં યુવતીને કેફી પીણું પીવડાવી ગેંગરેપ આચરનારા BJP નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો

24 અને 25 મેના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વાવાઝોડા અને વીજળીના તોફાન અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ – સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદને પણ અસર થવાની સંભાવના છે, સાથે જ કચ્છના અલગ-અલગ વિસ્તારો પણ પ્રભાવિત થવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં 12 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ અસર કરી હતી, જેમાં 14 થી વધુ લોકોના મોત થયા હતા. ભારે પવન સહિત પ્રતિકૂળ હવામાનને કારણે ઘણા પ્રદેશોમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું, જેના પરિણામે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.

Web Title: Unseasonal rain and thunderstorm warning in gujarat for a week rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×