scorecardresearch
Premium

Gujarat rain forecast : ગુજરાતમાં 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : આજે બુધવાર માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી – photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું ફરીથી જામી ગયું છે ત્યારે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી અને કચ્છથી લઈને દાહોદ સુધી તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બુધવાર માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પર આજે 30 જુલાઈ 2025, બુધવારના દિવસ માટે અમદાવાદના હવામાનની આગાહી કરી છે. વેબસાઈટ પ્રમાણે આજે અમદાવાદના આકાશમાં 100 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જોકે, આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

ગુજરાત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં પડશે સામાન્યથી હળવો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- 103 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’: સાયબર ગુનેગારોએ ગાંધીનગરના ડૉક્ટરના ₹.19.24 કરોડ લૂટી લીધા

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

Web Title: Today weather forecast heavy rains forecast in 12 districts of gujarat amdavad nu havaman ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×