Gujarat monsoon, weather forecast, rainfall data : ગુજરાતમાં ચોમાસું ફૂલ રંગમાં આવી ગયું છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ધીમે ધીમે બેસી ગયું છે. ત્યારે બે દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 33 જિલ્લાઓમાં 224 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં સાડા 10 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં સિઝનનો 22.90 ટકા વરસદા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદના પગલે નર્મદા ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમં 33 જિલ્લાઓમાં 224 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. ગુજરાતમાં છેલ્લા દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 224 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે જૂનાગઢમાં સાડા 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 22.90 ટકા વરસદા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ નોંધાયો છે..
અમરેલીમાં ધોધમાર વરસાદ, સુરવો ડેમમાં 12 કલાકમાં 13 ફૂટ જળસપાટી વધી
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલિના વડિયામાં મુશળધાર વરસાદ પડ્યો છે. નાજાપુર, તોરી, રામપુર, ખડખડ સહિતના ગામોમાં વરસાદ પડ્યોહતો. ભારે વરસાદના પગલે વડિયાના સુરવો ડેમમાં માત્ર 12 કલાકમાં 13 ફૂટ જળસપાટી વધી હતી.
ગીર સોમનાથના તાલાલામાં 6 ઇંચથી વધુ વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના તાલાકામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. ભેસાણ અને ચોટીલામાં પણ સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતના 9 તાલુકામાં 6 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 17 તાલુકાઓમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?
અતિ ભારે વરસાદની આગાહીના પગલે નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં બે અતિ ભારે વરસાદની આગાહીના પગલે નવસારી જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તાપી, નવસારી, સુરત, વલસાડ, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના પગલે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે જ્યારે તાપી અને મીંઢોલા નદીનું પણ જળસ્તર વધ્યું છે.
અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસું એકદમ સક્રિય થયું છે ત્યારે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસ અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ચાર જિલ્લાઓ એવા છે જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ દ. ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી વરસાદની ગતિ ધીમી પડી શકે છે.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, 120.46 મીટરે પહોંચી સપાટી
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા પાણીની આવકના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત અમરેલીમાં આવેલા સુરવો ડેમમાં માત્ર 12 કલાકમાં 13 ફૂટ જળસપાટી વધી છે.