Gujarat Monsoon Rain forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે શનિવાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 33 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌથી વધારે અમદાવાદના ધંધુકામાં 5 ઇંચ ખાબક્યો
ગુજરાતમાં વરસાદની મોસમ જામી છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદર અને જામનગરમાં સાડા ચાર ઇંચ વરસાદ જ્યારે દાંતીવાડા, પલસાણામાં ચાર ઇંચ વરસાદ પડ્યો તો. પારડી અને રાણાવાવમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં બે દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ, બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે ત્યારે 9 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપ્યું છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 9 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છને રાહત મળી શકે છે. 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.