Gujarat Monsoon, Rainfall data, Heavy Rain forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલું થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 157 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતના 33 જિલ્લાઓમાં 157 તાલુકામાં વરસાદ, સૌથી વધારે જુનાગઢના ભેંસાણમાં ચાર ઇંચ નોંધાયો
ગુજરાતમાં ચારે ઝોનમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાઓમાં 157 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણી જિલ્લાના સરસ્વતીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ પોરબંદરમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહેસાણાના વિજાપુર તાલુકામાં પણ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરી શરુ થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, અમદાવાદ-આબુરોડ હાઇવે પર પાણી ભરાયા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ-આબુરોડ હાઇવે પર પાણી ભરાયાના પણ સમાચાર મળી રહ્યા છે. આબુરોડ હાઇવે પર પાણી ભરાતા ટ્રક પલટી ગઈ હતી. જેના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઇવે પર 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 36.02 ટકા વરસાદ, સૌથી વધારે કચ્છમાં 100 ટકા નજીક નોંધાયો
ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં વરસાદના આંકડા અંગે વાત કરીએ તો સિઝનનો સરેરાશ 36.02 ટકા વરસાદ નોંધાયો છે. મળતાં આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે કચ્છમાં સરેરાશ 94.9 ટકા વરસાદ જ્યાટરે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 52.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 34.41 ટકા વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 27.78 ટકા સિઝનનો સરેરાશ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં સિઝનનો 24.59 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો.
દેશ-વિદેશ અને ગુજરાત સહિતના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
રાજ્યના કુલ 207 ડેમમાંથી 19 ડેમ સંપૂર્ણ ભરાયા, મધ્ય ગુજરાતના ડેમોમાં 30 ટકા કરતા ઓછું પાણી
ગુજરાતમાં હવે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરુ થયો છે. ત્યારે ગુજરાતમાં આવેલા કુલ 207 ડેમોમાં વરસાદી પાણીની નવી આવક શરુ થઈ છે. ત્યારે 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આંકડા પ્રમાણે કુલ 207 ડેમમાં 45.49 ટકા પાણીનો જથ્થો છે. વિવિધ વિસ્તારોના ડેમોની વાત કરીએ તો કચ્છના 20 ડેમમાં 50.93 ટકા પાણીનો જથ્થો છે. અને કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરાયા છે.
આ પણ વાંચોઃ- મુંબઈમાં રહે છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, માસિક કમાણી બેંક ઓફિસર જેટલી, કરોડપતિ ભિખારીની સંપત્તિ જાણી ચોંકી જશો
સૌરાષ્ટ્રમાં 141 ડેમ આવેલા છે જેમાં 49.57 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 ડેમ આવેલા છે જેમાંથી 14 ટેમ સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં આવેલા 15 ડેમોમાં 49.38 ટકા પાણી ભરાયું છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.16 ટકા પાણી ભરાયું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 29.99 ટકા પાણી છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 56.62 ટકા પાણીનો જથ્થો છે.