scorecardresearch
Premium

Today’s Gujarat Weather: અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ, ગુજરાતમાં ગરમી 40 ડિગ્રી પર યથાવત, આજે ક્યાં પડશે વરસાદ?

Gujarat Today Weather Forecast Update: ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં ગરમી વધતાં અસહ્ય બફારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે શુક્રવારે પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Gujarat weather heat and rain
ગુજરાત આજનું હવામાન – photo by IEGujarati

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી ગયું છે. ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઉનાળો પુરો થવાના એકદમ નજીક છે. થોડા દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ ફરીથી વરસાદે વિરામ લીધો છે. જેથી રાજ્યમાં ફરી ગરમી વધી છે. ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં ગરમી વધતાં અસહ્ય બફારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે શુક્રવારે પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

અસભ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં થોડા દિવસ પહેલા વરસાદ પડ્યો હતો અને રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જેના પગલે હવે વાતાવરણમાં ઉકળાટ વધવા લાગ્યો છે. બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે વરસાદ આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. બપોરના સમયે ભારે ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

ગુજરાતના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- કચ્છ બોર્ડર પાસે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવાનો પ્લાન, ગુજરાત સરકારે ગણાવ્યું ‘એક્તાનું પ્રતિક’

આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદઅને દીવમાં વાવાઝોડા સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ38.3 28.2
ડીસા37.1 26.4
ગાંધીનગર36.5 26.7
વિદ્યાનગર36.5 27.4
વડોદરા36.2 28.0
સુરત35.0 25.0
વલસાડ
દમણ33.4 24.2
ભૂજ39.2 27.5
નલિયા35.6 28.3
કંડલા પોર્ટ38.4 28.5
કંડલા એરપોર્ટ40.2 28.6
અમરેલી39.5 26.0
ભાવનગર35.9 28.4
દ્વારકા33.6 29.0
ઓખા35.0 29.2
પોરબંદર35.0 28.1
રાજકોટ40.8 26.3
વેરાવળ34.0 29.4
દીવ34.2 27.7
સુરેન્દ્રનગર40.0 28.0
મહુવા34.4 27.1
કેશોદ36.9 27.8

ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી પર યથાવત

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રીથી લઈને 40.8 ડિગ્રી વચ્ચે રહ્યું છે. 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત દ્વારકામાં 33.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 36.5 ડિગ્રી નોંધાયું હતું.

Web Title: Today gujarat weather people suffer from unbearable heat heat remains at 40 degrees in gujaratimd forecast ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×