scorecardresearch
Premium

Gujarat rain forecast : આજે 9 જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, બે દિવસ બાદ વરસાદ ભુક્કા બોલાવશે

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Today Weather Forecast Update
આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે – photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યમાં 150થી પણ વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 20-21 ઓગસ્ટના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે આજે 18 ઓગસ્ટ 2025, સોમવારના દિવસે હળવાથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લેી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તારી ઉપરાંત રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Weather Forecast, Gujarat Monsoon2025
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમી પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે. (તસવીર: સોશિયલ મીડિયા)

20 તારીખથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 20 ઓગસ્ટ 2025, બુધવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં તેમજ 21 ઓગસ્ટ 2025, ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેવી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- કચ્છમાં દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન ગમખ્વાર અકસ્માત, વીજળીનો થાંભલો પડતા સગીરનું મોત

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 18 ઓગસ્ટ 2025, સોમવારના દિવસે અમદાવાદના આકાશમાં 85 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે 2.1 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ છે. પવનની ગતિ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Web Title: Today gujarat weather 18 august 2025 extremely heavy rains will occur in 9 districts today ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×