scorecardresearch
Premium

Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ શરૂ થશે, આજે ક્યાં પડશે ભારે વરસાદ?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: અત્યારે વરસાદની માત્રા પણ વધી રહી છે અને વિસ્તારમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે

Gujarat rain today forecast
ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો – photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે ધીમે ધીમે વરસાદ વધવાનો શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. અત્યારે વરસાદની માત્રા પણ વધી રહી છે અને વિસ્તારમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે

આજે ક્યાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે ઉત્તર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે શનિવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આજે અહીં પડશે હળવો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વરકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- Janmashtami 2025: જન્માષ્ટમી વ્રતના પારણા કેવી રીતે કરવા? પ્રેમાનંદ મહારાજે ઉપવાસના સરળ નિયમો જણાવ્યા

રવિવાર આજે ચાર જિલ્લા પડશે અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 17 ઓગસ્ટ 2025, રવિવાર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Web Title: Today gujarat weather 16 august 2025 another round of rains will begin in gujarat ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×