scorecardresearch
Premium

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા આરામ મોડ પર, 24 કલાકમાં 11 તાલુકામાં માત્ર નામ પુરતો વરસાદ, બાકીના તાલુકા કોરા

today 18 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં 11 તાલુકામાં પોણો ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના બાકીના તાલુકામાં વરસાદનો નામો નિશાન જોવા મળ્યો નથી.

Today Gujarat heavy rain news in gujarati
ગુજરાતમાં વરસાદ- Express photo

Today Weather Gujarat rain, 18 July 2025 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા આરામ મોડમાં આવી ગયા છે. ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ઓછો થતો જાય છે. હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં વરસાદનો વિસ્તાર અને માત્રા ઓછી થતી જાય છે. ગુજરાતમાં 24 કલાકમાં 11 તાલુકામાં પોણો ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના બાકીના તાલુકામાં વરસાદનો નામો નિશાન જોવા મળ્યો નથી.

24 કલાકમાં 11 તાલુકા, પુરો એક ઈંચ પણ વરસાદ નથી

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 17 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 18 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં 0.70 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ જોઈએ તો 11 તાલુકામાં પુરો એક ઈંચ પણ વરસાદ પડ્યો નથી.

આખા ગુજરાતમાંથી વરસાદ ગાયબ!

SEOC દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં પણ એક જ તાલુકામાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ જિલ્લાના સંજેલીમાં 0.67 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય બાકીના તાલુકામાં પુરો અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. આ 11 તાલુકા સિવાય આખા ગુજરાતમાં વરસાદનું નામો નિશાન નથી.

11 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
પંચમહાલમોરવાહડફ0.7
દાહોદસંજેલી0.67
નર્મદાસાગબારા0.24
દાહોદજાલોદ0.2
સુરેન્દ્રનગરચુડા0.2
ભાવનગરવલ્લભીપુર0.2
બોટાદરાનપુર0.08
રાજકોટરાજકોટ0.1
વલસાડકપરાડા0.04
નવસારીજલાલપુર0.04
દાહોદલિમખેડા0.04

આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- ગુજરાતની વિરાસત હોલીવુડ સુધી પહોંચી: બ્રાડ પિટે પહેર્યું ટાંગલિયા શર્ટ, જાણો ઝાલાવાડની આ કળાની વિશેષતા

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે શક્યતા શેવી છે.

Web Title: Today gujarat rainfall rain disappears from gujarat where did it rain in 24 hours ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×