scorecardresearch
Premium

Gujarat Rain : ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો, 24 કલાકમાં માત્ર 2 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો

today 25 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં માત્ર 2 જ તાલુકામાં દોઢ ઈંચ સુધી જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વરસાદ પડવાના તાલુકાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

Today Gujarat heavy rain news in gujarati
ગુજરાતમાં વરસાદ – Express photo

Today Weather Gujarat rain latest update, 25 July 2025 : ગુજરાતમાં અત્યારે ચોમાસું નબળું પડ્યો હોય એમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી વરસાદની માત્રામાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં 24 કલાકમાં માત્ર 2 જ તાલુકામાં દોઢ ઈંચ સુધી જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વરસાદ પડવાના તાલુકાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 83 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 24 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 25 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે વરસાદ તાપીના વ્યારામાં 1.22 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો હતો.

12 તાલુકામાં અડધાથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

વરસાદના મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 12 તાલુકા એવા છે જ્યાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ તાલુકાની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
વલસાડપારડી0.94
નવસારીનવસારી0.94
નવસારીજલાલપોર0.75
નવસારીવાંસદા0.63
જૂનાગઢકેશોદ0.6
જૂનાગઢમાણાવદર0.6
વલસાડકપરાડા0.59
જૂનાગઢશહેર0.59
જૂનાગઢજૂનાગઢ0.59
વલસાડવાપી0.55
નવસારીચિખલી0.55
મોરબીટંકારા0.55

31 તાલુકામાં મેઘાએ માત્ર હાજરી પુરાવી

એસઈઓસી ગાંધીનગર દ્વારા આપેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 91 પૈકી 31 તાલુકા એવા છે જ્યાં મેઘ રાજાએ માત્ર હાજરી પુરાવી છે. અહીમાં નામ માત્ર વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો PDF જુઓ

આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 25 જુલાઈ 2025, શુક્રવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- ગુજરાત ATS એ આતંકી મોડ્યુલનો કર્યો પર્દાફાશ, 4 આતંકવાદીઓની ધરપકડ

આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી દ્વારકા, ગીર સોમનાથ, બોદાટ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

Web Title: Today gujarat rainfall of up to one and a half inches was recorded in only 2 talukas in 24 hours ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×