scorecardresearch
Premium

Big Accident : અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ઊભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયો છોટા હાથી, 10ના મોત

Bagodara Big Accident : બગોદરા પાસે હાઈવે પર ઊભેલા ટેન્કર પાછળ છોટા હાથીઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે 10 લોકોના મોત નીપજ્યા હતા.

Accident | road accident | accident updates
અકસ્માત પ્રતિકાત્મક તસવીર

Big Accident, Bagodara highway, today breaking News : અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા બગોદાર પાસે શુક્રવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા પાસે છોટા હાથી અને ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર થતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા.

જોકે, સૂત્રોનું માનવું છે કે આ અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની સંભાવના છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે બગોદરા પાસે હાઈવે પર ઊભેલા ટેન્કર પાછળ છોટા હાથીઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મળ્યા પ્રમાણે કપડવંજના સુધા ગામના રહેવાશી છોટા હાથી ચોટીલાથી દર્શન કરીને અમદાવાદ તરફી આવી રહ્યો હતો. ત્યારે હાઈવ પાસે ઊભાલે ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. જેના પગલે ભયંકર અકસ્માત સર્જાયો હતો. છોટા હાથીમાં આગળ ત્રણ લોકો અને પાછળ 10 લોકો બેઠા હતાં. જે પૈકી 10 ના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત અંગે જાણ થતાં જ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું. અને છોટા હાથીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં 5 મહિલા અને બે પુરુષ અને ત્રણ બાળકો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે.)

Web Title: Today big accident breaking news truck and tempo hit near bagodara highway 10 people died ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×