scorecardresearch
Premium

ગુજરાતમાં સિંહોના બચ્ચાઓને કોની નજર લાગી? ત્રણ દિવસમાં ત્રણ સિંહબાળના મોત, પ્રશાસન એલર્ટ

ગુજરાતના અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ વન વિભાગે સાવચેતી રૂપે ત્રણ સિંહણ અને છ સિંહબાળને અલગ કર્યા છે.

death of lion cub, Asiatic lion
આ ઘટના બાદ વન વિભાગે સાવચેતી રૂપે ત્રણ સિંહણ અને છ સિંહબાળને અલગ કર્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

એવું લાગે છે કે જંગલના રાજા સિંહના બચ્ચા પર કોઈની ખરાબ નજર પડી ગઈ છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ વન વિભાગે સાવચેતી રૂપે ત્રણ સિંહણ અને છ સિંહબાળને અલગ કર્યા છે. તેમના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરાએ બુધવારે જણાવ્યું હતું કે 28 જુલાઈના રોજ બે સિંહબાળ અને 30 જુલાઈના રોજ એક સિંહબાળનું મૃત્યુ થયું હતું. મુળુભાઈ બેરાએ કહ્યું, “વન અધિકારીઓને મદદ કરવા માટે જૂનાગઢના પશુચિકિત્સકોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અમારા વરિષ્ઠ વન અધિકારીઓ સ્થળ પર જરૂરી પગલાં લઈ રહ્યા છે. સાવચેતી રૂપે અમે ત્રણ સિંહણો અને છ સિંહબાળને અલગ કર્યા છે. તેમના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવશે.” તેમણે એમ પણ કહ્યું કે ત્રણ સિંહબાળના મૃત્યુ પાછળનું સાચું કારણ અંતિમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.

અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક એક અઠવાડિયા પહેલા તેમની માતા દ્વારા ત્યજી દેવાયેલા બે સિંહબાળને વન અધિકારીઓએ બચાવ્યા હતા. નાયબ વન સંરક્ષક (શેત્રુંજી વન્યજીવન વિભાગ) ધનંજય સાધુએ જણાવ્યું હતું કે, “આ સિંહ બાળને બચાવ કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ બે દિવસ પહેલા નબળાઈ અને ન્યુમોનિયાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. સાવચેતી રૂપે અમે તપાસ કરવાનું નક્કી કર્યું છે કે આ વિસ્તારમાં ફરતા અન્ય સિંહ અને સિંહ બાળ સ્વસ્થ છે કે નહીં.”

આ પણ વાંચો: ખોવાયेલી મહેનતની કમાણી પાછી મળતા શખ્સ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો; સુરત પોલીસે શેર કર્યો વીડિયો

તેમણે કહ્યું કે બુધવારે તે જ વિસ્તારમાંથી ત્રણ સિંહણ અને છ સિંહ બાળને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે વન કર્મચારીઓ બચાવાયેલી સિંહણ અને સિંહ બાળનું આરોગ્ય તપાસ કરશે, તેમના લોહીના નમૂના લેશે અને પછી તેમને જંગલમાં છોડી દેશે. નમૂનાઓ તપાસ માટે વન પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે 2018માં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને પ્રોટોઝોઅલ ચેપને કારણે ગુજરાતમાં એક મહિનાની અંદર 11 સિંહોના મૃત્યુ થયા હતા. CDV એક અત્યંત ચેપી રોગ છે જે પ્રાણીની રોગપ્રતિકારક શક્તિ અને અન્ય મહત્વપૂર્ણ અંગો પર હુમલો કરે છે અને મોટાભાગના કિસ્સાઓમાં ચેપ જીવલેણ હોય છે.

Web Title: Three lion cubs die in three days in gujarat administration on alert rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×