scorecardresearch
Premium

ગુજરાતના આ શહેરમાં તૈયાર થયા બુલેટ ટ્રેન સ્ટેશનના ત્રણ માળ, જાણો ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન?

Gujarat Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 13 નદીઓ અને ઘણા રાજ્ય ધોરીમાર્ગો પર પુલ બનાવવામાં આવી રહ્યા

Mumbai-Ahmedabad Bullet Train Project
ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. (તસવીર: nhsrcl/x)

Gujarat Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 13 નદીઓ અને ઘણા રાજ્ય ધોરીમાર્ગો પર પુલ બનાવવામાં આવી રહ્યા છે. આમાં 7 સ્ટીલ અને પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ દ્વારા ઘણી રેલ્વે લાઇનોને પાર કરશે. સુરતમાં બનાવવામાં આવનાર બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, જેની એક ઝલક પણ સામે આવી છે. ખરેખરમાં સુરતમાં સ્ટેશનના ત્રણ માળ તૈયાર થવાના છે.

ઝડપી ગતિએ ટ્રેકનું બાંધકામ

ભારતીય રેલ્વેએ તેના વર્ષના અંતની સમીક્ષામાં બુલેટ ટ્રેનના કામની વિગતો શેર કરી છે. પ્રોજેક્ટની પ્રગતિની માહિતી પણ શેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 243 કિલોમીટરથી વધુ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ 352 કિમી ઘાટનું કામ અને 362 કિમી ઘાટના પાયાનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં ટ્રેક બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આણંદ, વડોદરા, સુરત અને નવસારીમાં આરસી ટ્રેક બેડનું કામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 71 કિમી આરસી ટ્રેકનું કામ પૂર્ણ થયું છે.

આ કોરિડોરમાં 12 સ્ટેશન છે

મહારાષ્ટ્રમાં મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન માટેનો પ્રથમ કોંક્રિટ બેઝ સ્લેબ 32 મીટરની ઊંડાઈએ સફળતાપૂર્વક નાંખવામાં આવ્યો છે. આ રેલ્વે સ્ટેશન 10 માળની ઇમારતની માફક છે. તેનું બાંધકામ ઝડપથી થઈ રહ્યું છે. ઉપરાંત સુરતમાં ત્રણ માળના પ્લેટફોર્મનું કામ પણ પૂર્ણતાના આરે છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને શિલ્પાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલ પર પણ કામ શરૂ થઈ ગયું છે. ગુજરાતની એકમાત્ર પર્વતીય ટનલ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. રેલ્વે સમીક્ષા મુજબ આ કોરિડોર પર 12 સ્ટેશન છે જે થીમના આધારે બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન સ્ટેશનો યુઝર ફ્રેન્ડલી અને એનર્જી પોઝીટીવ સ્ટેશન હશે.

આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર મંગેતરને મેસેજ કરનાર યુવકની હત્યા, પોલીસે બે આરોપીને દબોચ્યા

ભારત સરકારે કરી બુલેટ ટ્રેનની ડિલ

ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સરકાર 2026 સુધીમાં દેશમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના ધરાવે છે, પરંતુ આ પ્રોજેક્ટમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબને કારણે હવે ભારત સરકાર જાપાન સિવાય અન્ય દેશો સાથે વાત કરી રહી છે. ખરેખરમાં વર્ષ 2015માં ભારત સરકારે બુલેટ ટ્રેન માટે ડીલ કરી હતી. પરંતુ જાપાનથી બુલેટ ટ્રેનની ડિલિવરી અને તેની શરતોને લઈને સમસ્યા થઈ છે.

બુલેટ ટ્રેન ક્યારે દોડશે?

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ પ્રોજેક્ટના ઈન્ચાર્જ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદનું 508 કિમીનું અંતર 3 કલાકથી ઓછા સમયમાં કવર કરશે. કેન્દ્ર સરકાર આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2026માં શરૂ કરવા માંગે છે.

Web Title: Three floors of bullet train station ready in surat know when will the bullet train start rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×