scorecardresearch
Premium

Morbi Cable Bridge Explained: મોરબી પુલ દુર્ઘટના: શહેર, નદી અને પુલ, દુર્ઘટનાઓ સાથે મોરબીનો જુનો નાતો

Tragedy in Morbi: મોરબી જિલ્લાની સત્તાવાર વેબસાઇટના સંદર્ભે આ પુલ 233 મીટર લાંબો અને 1.25 મીટર પહોળો હતો. જે દરબારગઢ પેલેસ અને લખધીરજી એન્જીનિયરિંગ કોલેજને જોડતો હતો. ત્યારે આ પુલ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મોરબીની સત્તાવાર સાઇટે કર્યો દાવો
મોરબીની સત્તાવાર સાઇટે કર્યો દાવો

મોરબીવાસીઓને 30 ઓગસ્ટ રવિવારે મચ્છૂ હોનારતના દ્રશ્યો સામે આવી ગયા હશે. કારણ કે આ જ પ્રકારની ભયાનક ઘટના રવિવારે મચ્છૂ નદી પર બનાવેલો ઝૂલતો પૂલ તૂટી જતાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવયો છે. જેમાં ઘણાના માતા-પિતા ભાઇ-બહેન તેમજ પરિવાર વેર વિખેર થઇ ગયુ હશે.

વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાતે છે. જે અંતર્ગત તેઓ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાથે જ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઝુલતા પુલ દુર્ઘટનાના ઘાયલોને મળી તેમના ખબર-અંતર પુછશે.

મોરબી જિલ્લા તરીકે ક્યારે જાહેર?

મોરબીને 15 ઓગસ્ટ 2013માં જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પાચં તાલુકા મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર સહિત હળવદ તાલુકાનો સમાવેશ થાય છે. વાંકાનેર તાલુકો પહેલાં રાજકોટ જિલ્લામાં તેમજ હળવદ તાલુકો સુરેન્દ્રનગરમાં ગણાતો હતો.

મોરબી જિલ્લાના ઉત્તરમાં કચ્છ જિલ્લો, પૂર્વમાં સુરેન્દ્નનગર જિલ્લો તેમજ દક્ષિણમાં રાજકોટ જિલ્લો તથા પશ્ચિમ દિશામાં જામનગર જિલ્લો આવેલો છે.

મોરબી સિરામિક નગરી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જિલ્લામાં ઘણી બધી ટાઇલ્સ બનાવતી ફેકટરીઓ પ્રસ્થાપિત છે. ભારતમાં સિરામિક બનાવવાનો લગભગ 70 ટકા હિસ્સો મોરબી ધરાવે છે. અહીંયા બનાવેલી ટાઇલ્સોની નિકાસ મઘ્ય પૂર્વ, પૂર્વ એશિયા તેમજ અફ્રિકામાં કરવામાં આવે છે.

મોરબી સિરામિક ઉઘોગમાંથી વાર્ષિક ટર્નઓવર લગભગ 50,000 કરોડ રૂપિયા કરે છે. આ સિવાય તેઓ ટાઇલ્સની નિકાસ દ્વારા 15,000 કરોડ આસપાસ કમાણી કરી લે છે. મોરબીની સિરામિકા ઉધોગને લઇ કોઇ સાથે સપર્ધા હોય તે એકમાત્ર ચીન સાથે છે.

આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા, દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી

મોરબી શહેર મચ્છૂ નદીના કિનારે વસેલું છે. મચ્છૂ નદી નાની નદી છે. જે મડલા પહાડીઓમાંથી પસાર થઇ કચ્છના રણ સુધી 130 કિમી જેટલી લાંબી વહે છે. વર્ષ 1979માં આ મચ્છૂ નદી પર બાંધેલા બંધના તૂટવાના કારણે મોરબી શહેરમાં દહેશત ફેલાઇ હતી. મોરબી જળમગ્ન થઇ ગયું હતું. આ સાથે બહોળી સંખ્યામાં લોકોના મોત થયા હતા. એક અંદાજા પ્રમાણે આ હોનારતમાં 25 હજાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના: બીજેપીના પ્રવક્તાના ગુજરાત સરકાર પર પ્રહાર, ભ્રષ્ટાચારના કારણે દુર્ઘટના સર્જાઈ

સમગ્ર ઘટનાના આધારે ગુજરાતી ફિલ્મ મચ્છૂ બનાવવામાં આવી હતી. મોરબી જિલ્લાની સત્તાવાર વેબસાઇટના સંદર્ભે આ પુલ 233 મીટર લાંબો અને 1.25 મીટર પહોળો હતો. જે દરબારગઢ પેલેસ અને લખધીરજી એન્જીનિયરિંગ કોલેજને જોડતો હતો. ત્યારે આ પુલ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે આ પુલ બેસ્ટ એન્જીનિયરિંગનો નમુનો હતો. આ ઉપરાંત આ પુલ મોરબીના શાસકોએ કરેલી પ્રગતિ અને વૈજ્ઞાનિક કળાનો પ્રતિક હતું.

Web Title: The tragedy in morbi the city the river and the bridge

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×