scorecardresearch
Premium

બનાસકાંઠાના સુઈગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર; 3 લોકોના મોત, 20 ઘાયલ

Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ભારતમાલા હાઈવે પર સુઈગામ વિસ્તારના સોનેથ ગામ પાસે એક ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.

Banaskantha accident, Banaskantha news, Banaskantha police,
સુઈગામ વિસ્તારના સોનેથ ગામ પાસે એક ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ભારતમાલા હાઈવે પર સુઈગામ વિસ્તારના સોનેથ ગામ પાસે એક ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસ જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે રોંગ સાઈડથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. બસમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યાં જ 20 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને માહિતી આપવામાં આવી હતી. જે બાદ થરાદ અને ભાભર વિસ્તારની હોસ્પિટલોની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ભાભર, સુઇગામ અને વાવ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ટક્કર બાદ લક્ઝરી બસ પલટી ગઈ હતી. પોલીસે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઇગામના સરકારી જાહેર આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા છે.

ગત વર્ષે પણ ભયંકર અકસ્માત થયો હતો

આ પહેલા પણ બનાસકાઠામાં એક ભયાનક અકસ્માત થયો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 34 ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Web Title: Terrible collision between bus and tanker near suigam banaskantha 3 people killed 20 injured rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×