iskcon bridge accident : ઈસ્કોન બ્રિજ (ફ્લાયઓવર) પર જગુઆર કાર એક ટોળામાં ઘુસી જવાના કારણે અકસ્માતમાં નવ લોકોના મોતના મામલા બાદ, આરોપી તથ્ય સામે અન્ય એક અકસ્માતના મામલામાં નામ સામે આવ્યું છે, જેને પગલે પોલીસે શંકાસ્પદ તરીકે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, ઈસ્કોન અકસ્માત બાદ વધુ એક વીડિયો વાયરલ થયો જેમાં એક મહિન્દ્રા થાર, જે ફૂલ સ્પીડમાં ચલાવવામાં આવી રહી હતી, જેમાં 3 જુલાઈના રોજ સિંધુ ભવન રોડ પર એક રેસ્ટોરન્ટની કમ્પાઉન્ડ વોલમાં કથિત રીતે ઘૂસી ગઈ હતી. આ મામલે એફઆઈઆર નોંધ્યા પછી, પોલીસે જણાવ્યું હતું કે, બુધવારની રાત્રે ઇસ્કોન ફ્લાયઓવર પર અકસ્માતના સ્થળે ફૂલ સ્પીડમાં એક જગુઆર કાર દ્વારા ભીડ પર કથિત રીતે ટક્કર મારવામાં આવી હતી, જેમાં 19 વર્ષીય યુવક, તથ્ય પટેલ કાર ચલાવી રહ્યો હતો કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે થાર અકસ્માતમાં પણ તે ગાડી ચલાવી રહ્યો હતો કે નહીં તે તપાસ શરૂ કરાશે.
“તાજેતરના અકસ્માત પછી, (તે જાણવા મળ્યું) કે જેગુઆરનો નોંધણી નંબર થાર જેવો જ હતો. તેથી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.” કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર કેપી સાગઠિયાએ જણાવ્યું હતું. “આ મામલાની તપાસ હજુ ચાલુ છે. અમે પુરાવા જોઈ રહ્યા છીએ અને તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે થાર ગાડી પણ તે (તથ્ય) કે અન્ય કોઈ વાહન ચલાવી રહ્યો હતો.
રેસ્ટોરન્ટના માલિક મિહિર શાહની ફરિયાદના આધારે અમદાવાદ ટ્રાફિક પોલીસના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
શાહની ફરિયાદ મુજબ, 3 જુલાઈના રોજ સવારે લગભગ 3:45 વાગ્યે, તેમને મૌવ રેસ્ટોરન્ટના સિક્યોરિટી ગાર્ડનો ફોન આવ્યો – જે તેcની માલિકી છે – તેમને જાણ કરવામાં આવી હતી કે, થાર ગાડીના ડ્રાઈવરે રેસ્ટોરન્ટની કમ્પાઉન્ડ વોલના એક ભાગને નુકસાન પહોંચાડ્યું છે.
શાહે જણાવ્યું હતું કે, ત્યારબાદ તેમણે આ મામલે ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે, તેનાથી લગભગ 20,000 રૂપિયાનું ‘નજીવું’ નુકસાન થયું હતું. તેમણે તેની રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાની તપાસ કરી હતી. શાહે જો કે જણાવ્યું હતું કે, ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માત બાદ જગુઆર કાર અને થાર કારનો એક જેવો રજીસ્ટ્રેશન નંબર હોવાનું જાણ્યા બાદ તેમણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.