scorecardresearch
Premium

સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : સુરેન્દ્રનગરમાં ભાજપે જીતની હેટ્રિક નોંધાવી, ચંદુ શિહોરાનો વિજય

Surendranagar Lok Sabha Eelection Result 2024, સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના ચંદુ શિહોરાનો કોંગ્રેસના ઋત્વિક મકવાણા સામે 2,61,617 મતોથી વિજય થયો. સુરેન્દ્રનગર સીટ પર ભાજપે જીતની હેટ્રિક નોંધાવી

Surendranagar Lok Sabha Eelection Result 2024, Surendranagar, Lok Sabha Eelection Result 2024
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચંદુ શિહોરાએ જીત મેળીૃવી

Surendranagar Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ સામે આવી ગયા છે. ગુજરાતની સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ચંદુ શિહોરાનો કોંગ્રેસના ઋત્વિક મકવાણા સામે 2,61,617 મતોથી વિજય થયો હતો. સુરેન્દ્રનગર સીટ પર ભાજપે જીતની હેટ્રિક નોંધાવી છે. ચંદુ શિહોરાને 6,69,749 મત મળ્યા છે. જ્યારે ઋત્વિક મકવાણાને 4,08,132 મત મળ્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર મતદાન

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું.સુરેન્દ્રનગરમાં કુલ 55.09 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ચોટીલામાં 57.69 ટકા, દસાડામાં 57.50 ટકા, ધંધુકામાં 50.88, ધાંગ્રધામાં 55.49 ટકા, લીંમડીમાં 53.20 ટકા, વિરમગામમાં 56.41 ટકા અને વઢવાણમાં 54.57 ટકા મતદાન નોંધાયું હતું.

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપુરાનો કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 2,77,437 મતોથી વિજય મેળવ્યો હતો. ડો. મહેન્દ્ર મુંજપુરાને 58.63 ટકા અને સોમાભાઈ પટેલને 32.88 ટકા વોટ મળ્યા હતા.

Surendranagar Lok Sabha Eelection Result 2024
સુરેન્દ્રનગર બેઠક પર ચંદુ શિહોરાનો વિજય

આ પણ વાંચો – ભાજપના ‘વંટોળ’ સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ‘અડખીમ’, 1962 ની ચૂંટણીનું કર્યું પુનરાવર્તન

લોકસભા ચૂંટણી સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 1962 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)
  • 1967 – મેઘરજી (સ્વતંત્ર પાર્ટી)
  • 1971 – રસિકલાલ પરીખ (કોંગ્રેસ)
  • 1977 – અમીન રામદાસ કિશોરદાસ (જનતા પાર્ટી)
  • 1980 – દિગ્વિજય સિંહ ઝાલા (કોંગ્રેસ)
  • 1984 – દિગ્વિજય સિંહ ઝાલા (કોંગ્રેસ)
  • 1989 – સોમાભાઈ પટેલ (ભાજપ)
  • 1991 – સોમાભાઈ પટેલ (ભાજપ)
  • 1996 – સનથ મહેતા (કોંગ્રેસ)
  • 1998 – ભાવના દવે (ભાજપ)
  • 1999 – સવશીભાઇ મકવાણા (કોંગ્રેસ)
  • 2004 – સોમાભાઈ પટેલ (ભાજપ)
  • 2009 – સોમાભાઈ પટેલ (કોંગ્રેસ)
  • 2014 – દેવજીભાઈ ફતેપરા (ભાજપ)
  • 2019 – ડો. મહેન્દ્ર મુંજપરા (ભાજપ)
  • 2024 – ચંદુ શિહોરા (ભાજપ)

સુરેન્દ્રનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1અશોકભાઈ ડાભીબસપા
2ચંદુભાઈ શિહોરાભાજપા
3ઋત્વિકભાઈ મકવાણાકોંગ્રેસ
4નિલેશભાઈ ચાવડારાષ્ટ્ર નિર્માણ પાર્ટી
5દિલીપભાઈ મકવાણાન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
6દેવેન્દ્ર મહંતગંજ સત્યની જનતા પાર્ટી
7મધુસુદન પટેલમિશન ઓલ ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્ટ જસ્ટિસ પાર્ટી
8અશોક રાઠોડઅપક્ષ
9આનંદભાઈ રાઠોડઅપક્ષ
10ક્રુષણવદન ગેડિયાઅપક્ષ
11જે. કે. પટેલઅપક્ષ
12દેવરાજભાઈ ઝાલાઅપક્ષ
13રમેશભાઈ કોળીઅપક્ષ
14વિનોદભાઈ સત્રોતિયાઅપક્ષ

Web Title: Surendranagar loksabha election 2024 results latest news updates bjp chandu shihora congress rutvik makwana ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×